મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદમાં અત્યંત ગંભીર ગુના કરીને ભાગતાં આરોપીઓને પકડવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સતત કાર્યરત રહે છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધી અનેક રીઢા ગુનેગારોને જેલના સળિયા પાછળ મોકલ્યા છે. સરખેજ વિસ્તારમાં એક વર્ષ પહેલાં મર્ડર કરીને ભાગતાં ફરતા આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. એક વર્ષ પહેલા પ્રેમ પ્રેકરણમાં સોપારી લઈને મર્ડર કરીને ભાગતાં સુરેશ મેઘવાલ અને કમલેશ ડામોરની ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાં ધરપકડ કરી છે.

સરખેજમાં પ્રમોદભાઈ પટેલની અંદાજીત એક વર્ષ પહેલાં હત્યા કરવામાં આવી હતી. હત્યા સમયે તપાસમાં જાણવા મળ્યું હતું કે પ્રમોદભાઈની પત્ની કિંજલ અને પત્નીનો પ્રેમી અમરત રબારીએ પ્રમોદભાઈની હત્યા માટે સુરેશ અને કમલેશને સોપારી આપી હતી. હત્યા સમયે અમરત રબારી અને કિંજલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ સુરેશ અને કમલેશ ભાગતાં ફરતા હતા.

Advertisement


 

 

 

 

 

હત્યાના એક વર્ષ બાદ આ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.પી.ગોહિલ અને તેમની ટીમે બાતમી આધારે કે આ બંને આરોપીઓ નરોડા નાના ચિલોડા રોડ પર ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ બંને આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવ્યા છે અને આગળની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેમને પ્રમોદભાઈની હત્યા માટે 23,000 રૂપિયાની સોપારી આપી હતી. હત્યા સમયે અમરત રબારી ગાડી લઈને હત્યાની જગ્યાએ લઇ ગયા હતા અને હત્યા કર્યા બાદ ત્રણે ભાગીને હિંમતનગર ભાગી ગયા હતા.