મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ હું મારી લાઈફથી કંટાળી ગયો છું, તે સહિતની સમસ્થ બાબત અંગે વીડિોય ઉતારીને અમદાવાદના હિમાંશુ વરિયા નામના બિઝનેસમેનએ ઝેરી દવા ગટગટાવી લીધી છે. અમદાવાદમાં તેમના ધંધાઓમાં કરોડોનું ટર્નઓવર થાય છે તેવા ધંધાદારીએ આપઘાતનો રસ્તો પકડતાં ભારે ચકચાર મચી છે. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા હિમાંશુ વરિયાની વટવા જીઆઈડીસીમાં એન્જિન્યરિંગ પ્રા.લી. કંપની છે. તેમનું કહેવું છે કે તે વ્યાજખોરોના ત્રાસથી કંટાળ્યા છે અને આજે વટવા જીઆઈડીસીમાં જ તેમણે પોતાની કારમાં ઝેરી દવા પી લીધી હતી. જોકે તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાબત સામે આવી છે કે આ ઘટનામાં 500 કરોડનું દેવું કારણભૂત છે.

વરિયા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ વર્ષ 2000માં કંપની એકટ હેઠળ રજીસ્ટર થઈ હતી. કંપની રી રોલિંગ મિલ્સ મશીનરી, સ્ટેનલેસ સ્ટીલની સ્ટ્રીપ અને કોઈલ બનાવે છે. 

પહેલા કંપનીમાં ડાયરેક્ટ અને ત્યાર બાદ મેનેજીંગ ડાયરેકટર તરીકે તેમણે કારભાર સંભાળ્યો હતો. તેમનો પરિવાર પાછલા 45 વર્ષથી સ્ટીલ અને એન્જિનિયરિંગને લગતા વ્યવસાય સાથે સંકળાયેલો છે. હિમાંશુ વરિયા વિરુદ્ધ કેનેરા બેંકની સબસિડીયરીએ ફ્રોડનો ક્રિમીનલ કેસ કર્યો હતો.

આત્મહત્યા પહેલા હિમાંશું વરિયાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ મુકી હતી કે,
ધીરુકાકા,
હું મારી લાઇથી કંટાળી ગયો હતો. SBIના DGM રમાકાંત તિવારીએ મારી રનિંગ 50 વર્ષ જૂની કંપનીને એના ઇગોને લીધે CD-R રિસ્ટ્રક્ચર્ડ કરી હતી. તો પણ એક વર્ષ સુધી જોઇન્ટ ડોક્યુમેન્ટ સાઇન ન કરવા દીધા. એટલે મારી 50 વર્ષ જૂની કંપની અને 25 વર્ષની મહેનત ટેકનિકલ NPA થઇ ગઇ, એટલેથી ના અટકતા SBIના અધિકારીઓએ બ્રાન્ચનું NPA ના દેખાય એટલા માટે CD-R ની સ્કિમને જોઇન્ટ ડોક્યુમેન્ટ સાઇન કર્યા ન હતા. તો પણ હાફ ઇમ્પ્લિમેન્ટ કરી SBIની આજ ભૂલને કારણે SBIના ઓડિટર્સે કંપની ટેકનિકલ NPA કરી. એમાં મારો કે મારી કંપનીના 500 એમ્પ્લોઇ અને એમના ફેમિલીનો શું વાંક હતો ?

કાકા પછી કંપનીને બચાવી અને ફરીથી શરૂ કરવાના ચક્કરમાં હું વ્યાજખોરના ચક્કરમાં આવ્યો અને ત્યાર બાદ હું એને વ્યાજ ભરવા માટે અમદાવાદના માથાભારે વ્યાજખોરોના ચક્કરમાં ક્યારે ફસાઇ ગયો એની મને ખબર જ ના પડી. મારો ફ્લેટ સુદ્ધાં એ લોકોએ લખાવી લીધો છે. મારી ગાડીઓ પણ લઇ લીધી છે. મારી વાઇફના ઘરેણાં તેમજ મારી મમ્મીના ઘરેણાં પણ એ લોકોના વ્યાજ ભરવામાં વેચાઇ ગયા છે. મુડી કરતા 10થી 20 ગણું મેં વ્યાજ ચુકવી દીધું છે પણ મને એ લોકો માનસિક ટોર્ચર કર્યા કરે છે.

એક વખત હતો જ્યારે અમારા સમાજના વર્ષમાં 10 છોકરાને IASની પરીક્ષા માટે તમામ ખર્ચ ઉપાનાર હિમાંશુ વરિયા આજે એને પોતાના છોકરાની ફી ભરવાને લાયક પણ નથી રહ્યો. કાકા મને હતું કે હું બધું ઓકે કરી દઇશ પણ હવે Drt, લિક્વેડિટર અને બેંકના અધિકારીઓએ મળીને મારી 500 કરોડથી પણ વધુ કિંમતની પ્રોપર્ટીને પાણીના ભાવે વેચી રહ્યા છે. SBIના અધિકારીઓને કોઇ પૂછવાવાળું નથી કે કોના કેવાથી SBIના અધિકારીઓએ CD-R એપ્રિવ્ડ કંપનીને એક વર્ષ સુધી ઇમ્પ્લિમેન્ટ ના કરી ?

સેજલને કહેજો એના ભાઇ તારક સાથે લંડન જતી રહે, ક્રિશને ભણાવે પણ ઇન્ડિયામાં ક્યારેય પણ પાછા ન આવે. અહીં સાચાને સાચા કહેવાના પૈસા લાગે છે અને 5 લાખથી વધારે લોકોને રોજગાર ઉભો કરનારની પણ કોઇ કિંમત નથી.

ઘીરુકાકા આઇ એમ સોરી. આશા, અમર, વિનોદ, બાબુ કાકા અને મારા પર ભરોસો રાખી મારો સાથના છોડી જનારા મારા મિત્રો અને અમ્પ્લોઇ બધાની હું માફી માંગુ છું.

હવે મારાથી વ્યાજખોરોનો ત્રાસ સહન થતો નથી. મમ્મી પપ્પા સોરી. મમ્મી પપ્પા સોરી, સોરી. ક્રિશને લાઇફમાં NO (નો) કહેતા શીખજો. મારી કોઇને ના નહીં પાડી શકવાની આદતને લીધે આજે મને વ્યાજખોરોએ અહીં સુધી પહોંચાડી લીધો છે. મમ્મી, દાદા અને બા નું ધ્યાન રાખ જે. ધીરુ દાદાને સાથે રાખજે, આપણા કોઇ પણ રિલેટિવ પર ટ્રસ્ટ ના કરીશ. મામા અને મામી કહે એમ કરજે. ધીરુ કાકા સોરી હું રિયલમાં વ્યાજખોરોથી થાકી ગયો છું.’

હિમાંશુ વરિયા