મેરા ન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ કેન્દ્રના કૃષિ કાયદાઓના વિરોધમાં મહારાષ્ટ્રના ખેડૂતોએ પણ વ્યાપક પ્રદર્શનની તૈયારી કરી છે. મહારાષ્ટ્રના 21 જિલ્લાઓના હજારો ખેડૂતો શનિવારે નાસિકમાં ભેગા થયા અને રાજધાની મુંબઈ સુધી 180 કિલોમીટર માટેની માર્ચ શરૂ કરી. મુંબઈના આઝાદ મેદાનમાં સોમવારે વિશાળ રેલીનું આયોજન કરાયું છે. કૃષિ કાયદાઓના વિરોધમાં પહેલાથી જ હજારો ખેડૂતોની સંખ્યા દિલ્હી બોર્ડર પર અડીને બેઠી છે ત્યાં હવે આ રેલી યોજાઈ છે. શરદ પવાર પણ આ રેલીમાં શામેલ થશે. 

નાસિક અને મુંબઈ વચ્ચે કસારા ઘાટ વિસ્તારના રસ્તા પર ખેડૂતોનો રેલો જોઈ શકાય છે. જેમાં ઘણા ખેડૂતોના હાથમાં બેનર છે અને કેટલાક લોકો ઝંડો દર્શાવી રહ્યા છે. અખિલ ભારતિય કિસાન મહાસભાના બેનર નીચે વિવિધ નાના-મોટા ખેડૂત સંગઠનો ભેગા થયા છે. આ ખેડૂત આગામી કેટલાક કલાકોમાં મુંબઈ પહોંચી જશે. તે સોમવારે આઝાદ મેદાનમાં આયોજીત રેલીસમાં ભાગ લેશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સુપ્રીમો શરદ પવાર આ રેલીમાં ભાગ લેશે.

કેટલાક દિવસ પહેલા શરદ પવારે ખેડૂતોને સમર્થન આપતાં ખેડૂતોની માગ ન માનવા માટે કેન્દ્ર સરકારની આલોચના કરી હતી. શરદ પવારે કહ્યું હતું કે ખેડૂત આટલી ઠંડીમાં દિલ્હી આસપાસ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોની ભાવનાઓને સમજવામાં ફેઈલ રહેવા પર તો કેન્દ્રએ અંજામ ભોગવવો પડશે. ગત મહિને પણ પવાર આવી જ રીતે ચેતાવણી આપતા કહ્યું હતું કે કેન્દ્રને ખેડૂતોના ધૈર્યની પરીક્ષા લેવી જોઈએ નહીં.

પ્રાપ્ત વિગતો અનુસાર રેલીનું આયોજન 25 જાન્યુઆરીએ મુંબઈમાં કરાયું છે. રેલી પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી અને રાકાંપા પ્રમુખ શરદ પવાર, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ અને શિવસેના નેતા આદિત્ય ઠાકરે સંબોધિત કરશે.