મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ગાજીપુરમાં દિલ્હી યુપી બોર્ડર પર તે સમયે તણાવપૂર્ણ સ્થિતિ પૈદા થઈ ગઈ છે. જ્યારે કૃષિ કાયદાઓની સામે પ્રદર્શન માટે બેઠેલા ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ખત્મ કરવા અને રસ્તા ખાલી કરવા કહેવાયું છે. સૂત્રોના અનુસાર આદેશ આપનારા ગાજિયાબાદ તંત્રની યોજના ગુરુવારે રાત્રીએ ખાલી કરવાની છે. બીજી તરફ ખેડૂતોએ તેનાથી ઈન્કાર કરી દીધો, ખેડૂત નેતા રાકેશ ટિકૈતએ એલાન કર્યું કે તે ગોળીઓ ખાઈ લેશે.

ખેડૂતોનો પાણી સપ્લાય કાપ્યો, પોર્ટેબલ ટોઈલેટ હટાવવાનું શરૂ

ખેડૂત નેતા રાકેશ ટિકૈતએ કહ્યું, સુપ્રીમ કોર્ટે શાંતિપૂર્ણ રીતે બેસીને વિરોધ કરવાને ન્યાયોચિત્ત કહ્યું છે. ગાજીપુર બોર્ડર પર હિંસા નથી થઈ, તેમ છતાં સરકાર દમનકારી નીતિ અખત્યાર કરી રહી છે. આ જ યુપી સરકારનો ચહેરો છે. ગાજીપુર બોર્ડર પર દિલ્હી અને યુપીની પોલીસ પહોંચી ગઈ હતી. પોલીસે ગાજીપુર બોર્ડર પર હાજર ખેડૂતોને આજે રસ્તો ખાલી કરવા કહ્યું હતું. ગાજીપુર બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોની વોટર સપ્લાય કાપી નાખી છે. પોલીસે અહીં લગાવેલા પોર્ટેબલ ટોઈલેટ હટાવવાના શરૂ કર્યા છે.


 

 

 

 

 

આપને જણાવી દઈએ કે 26મી જાન્યુઆરીની ઘટના બાદથી કૃષિ કાયદાઓ વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને અસ્થિરતા ફેલાયેલી છે, ગણતંત્ર દિવસના દિવસે ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ બેકાબૂ બની ગઈ હતી જે પછી આઈટીઓ, લાલકિલ્લા અને નાંગલોઈ સહિત દિલ્હીના ઘણા વિસ્તારોમાં જોરદાર બબાલો થઈ હતી. તેને લઈને દિલ્હી પોલીસના 20 ખેડૂત નેતાઓ સામે નોટિસો ઈશ્યૂ કરીને પુછાયું છે કે તમારી સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવે?

આ પહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે પોલીસે કેસ ફાઈલ કર્યો છે, અમે તપાસમાં પુરો સહયોગ કરીશું. વીએમસિંહના જવાને લઈને ટિકૈતે કહ્યું કે તેમના જાવાથી કોઈ ફર્ક નથી પડ્યો, જે ખેડૂતો 26 જાન્યુઆરી માટે આવ્યા હતા તે ગયા છે. પોલીસ તપાસ અને વાયરલ વીડિયોને લઈને ટિકૈતે કહ્યું કે મારો જે વીડિયો પોલીસે બતાવ્યો છે હું તેનો લેખિતમાં જવાબ આપીશ. આ જુનો વીડિયો છે. જ્યારે પોલીસ સાથે વાતચીત ફાઈનલ નહીં થઈ હતી. આ મામલો વાતચિતથી હલ થઈ શકે છે, પોલીસના જબરજસ્તી હટાવવાથી હલ થવાનો નથી.


 

 

 

 

 

આંદોલનનો વિરોધ કરવા 100થી વધુનું ટોળું થયું ભેગું

100 જેટલા લોકો સિંઘુ બોર્ડર પર પહોંચ્યા છે, જે આંદોલન સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ લોકો જે લોકોનો વિરોધ કરી રહ્યા છે તેઓ કહે છે કે તેમણે ત્રિરંગાનું અપમાન કર્યું છે. પોલીસ અહીં દખલ કરી રહી છે. દિલ્હી-હરિયાણા બોર્ડર પર ખેડૂતો અને તેમની વચ્ચે ડેડલોકની સ્થિતિ છે.

પોલીસે દિલ્હીમાં થયેલી હિંસાના મામલે ડઝનેક એફઆઈઆર નોંધી છે અને આ હિંસામાં નામ પામેલા ખેડૂત નેતાઓ અને અન્ય આરોપીઓ સામે ગુરુવારે લુકઆઉટ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. હવે આ લોકો અત્યારે દેશની બહાર જઈ શકશે નહીં. પોલીસે કહ્યું છે કે આ નેતાઓના પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવશે.