મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ દેશમાં પ્રથમ વખત પ્લેન હાઈજેકિંગ  માટે ઘડવામાં આવેલા નવા કાયદોના કેસ અમદાવાદની એનઆઈએ કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા આ કેસના આરોપી બીરજુ સલ્લાને આજીવન કેસ અને પાંચ કરોડનો દંડ ફટકાર્યો હતો, આ કેસની પહેલી તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને બાદમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ કરી હતી. આ મામલામાં એજન્સીઓની અનેક ત્રુટીઓ વચ્ચે કોર્ટે દાખલા બેસાડવા માટે સજાનો હુકમ કર્યો છે.

મુંબઈના ઝવેરી બીરજુ સલ્લાને પોતાની સ્ત્રી મિત્ર સાથે વાંધો પડતા તેમણે સ્ત્રી મિત્ર જે એરલાઈન્સમાં કામ કરતી હતી તે જેટએરવેઝ બંધ કરાવી દેવાના ઈરાદે તા 30મી ઓકટોબરના રોજ મુંબઈ દિલ્હી જઈ રહેલા પ્લેનના વોશરૂમમાં પ્લેનનું અપહરણ થયુ છે તેવા મતલબની અંગ્રેજી અને ઉર્દુ ભાષામાં લખેલી ચીઠ્ઠી મુકી હોવાનો આરોપ છે. પરંતુ ટ્રાયલ દરમિયાન જે હકિકત સામે આવી તેમાં બીઝનેશ કલાસના વોશરૂમમાં કુલ ચાર મુસાફરોએ ઉપયોગ કર્યો હતો જેમાં સલ્લા સહિત બે એરહોસ્ટેસ અને જેટએરવેઝનો પાયલોટ જે પોતે પણ બીઝનેશ કલાસમાં પ્રવાસ કરી રહ્યો હતો, ટ્રાયલ દરમિયાન એજન્સી દ્વારા સલ્લા અને એરહોસ્ટેસની જુબાની રજુ કરવામાં આવી પણ પાયલોટ રાણા રાજન્દ્રપાલને રજુ કર્યો જ નહીં.

બીરજુની અટકાયત બાદ અમદાવાદ પોલીસ બીરજુની મુંબઈ સ્થિતિ ઓફિસમાંથી કોમ્પયુટર ડીસ્ક સહિત કેટલીક બાબતો કબજે કરી હતી, પરંતુ આ કાર્યવાહી માટે જરૂરી પંચો અમદાવાદ પોલીસ પ્લેન મારફતે પોતાની સાથે લઈ ગઈ હતી અને જેઓ પંચ તરીકે રજુ કરવામાં આવ્યા તેમને અમદાવાદ પોલીસે અગાઉ બળાત્કાર અને અપહરણ જેવા ગંભીર ગુનામાં પકડયા હતા. આમ પંચ પોતે જ શંકાના દાયરામાં હતા, એજન્સીનો દાવો એવો હતો કે સલ્લાએ તા 27મી ઓકટોબરના રોજ પોતાના લેપટોપમાં અંગ્રેજીમાં ધમકી આપતી ચીઠ્ઠી લખી અને બાદમાં ગુગલ ટ્રાન્સલેટર એપનો ઉપયોગ કરી ઉર્દુમાં ભાષાંતર કર્યુ અને  તેની પ્રિન્ટ કાઢી હતી.

પરંતુ ફોરેનસીક એકસપર્ટનો મત જે કોર્ટ સામે રજુ કરવામાં આવ્યો તે પ્રમાણે લેપટોપમાં ગુગલ ટ્રાન્સલેટર એપ હોવાની વાતને સમર્થન મળ્યુ નહીં, તેમજ લેપટોપથી પ્રિન્ટરને કોઈ કમાન્ડ આપવામાં આવ્યો હોવાની વાત પણ નકારી કાઢી હતી. આમ ફોરેનસીક એકસપર્ટ પણ એજન્સીની વાતનું સમર્થન કરતા ન્હોતા, કોઈ પણ ગુનામાં એજન્સીએ આરોપી દ્વારા આચરાવામાં આવેલો ગુનો કયાં હેતુ માટે સિધ્ધ કરવાનો હોય છે. પણ આ કેસમાં એનઆઈએ દ્વારા આ ચીઠ્ઠી બીરજુ સલ્લાએ જ લખી છે તેવું સાબીત કર્યું પણ આ ચીઠ્ઠી દ્વારા તે ખરેખર પ્લેન હાઈજેક કરવા માગતા હતા કે નહીં તે સિધ્ધ કર્યું નહીં, એક તબ્બકે માની લઈ કે ચીઠ્ઠી બીરજુએ જ લખી છે, પણ તેની પાછળનો ઈરાદો ગુનાહિત ન્હોતો.

જો કે હવે બીરજુ સલ્લા પાસે આ મામલે હાઈકોર્ટમાં અપીલ કરવાનો જ વિકલ્પ બાકી છે, પરંતુ હાઈકોર્ટ આ મામલે કોઈ રાહત આપે નહીં ત્યાં સુધી તેનો મુકામ સાબરમતી જેલમાં જ રહેશે.