મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ લોકસભાની જ્યારે ચૂંટણી હતી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ‘ભારતના ડિવાઈડર ઈન ચીફ’ એટલે કે ‘વિભાજનકારી પ્રમુખ’ કહેનારી જાણીતી આંતરરાષ્ટ્રીય પત્રિકા ટાઈમે હવે પરિણામો આવ્યા બાદ મોદી પર એક વધુ આર્ટીકલ છાપ્યો છે. 28 મેના રોજ ટાઈમની વેબસાઈટ પર છપાયેલા આ આર્ટીકલનું શીર્ષક 10 મેના રોજ છપાયેલી મેગેજીનના કવર પેજથી સાવ ઉલ્ટું છે. હાલના આર્ટીકલનું શિર્ષક છે કે- ‘મોદી હૈજ યૂનાઈટેડ ઈન્ડિયા લાઈક નો પ્રાઈમ મિનિસ્ટર ઈન ડેકેડ્સ’ એટલે કે ‘મોદીએ ભારતને એ રીતે એક કર્યું કે જેટલું દશકાઓમાં કોઈ પ્રધાનમંત્રીએ નહોતું કર્યું’

આ આર્ટીકલને મનોજ લડવાએ લખ્યો છે જેમણે 2014ની લોકસભા ચૂંટણીઓ વખતે ‘નરેન્દ્ર મોદી ફોર પીએમ’ અભિયાન ચલાવ્યું હતું. આર્ટીકલમાં લખાયું છે કે, તેમની (મોદી) સામાજીક રુપે પ્રગતિશીલ નીતિઓના તમામ ભારતીયોને જેમાં હિન્દુ અને ધાર્મીક અલ્પસંખ્યક પણ સામેલ છે, તેમને ગરીબીથી બહાર કાઢ્યા છે. આ કોઈ પણ ગત પેઢીના કરતાં ઝડપી થયું છે.

આર્ટીકલમાં લડવાએ લખ્યું છે કે, મોદીની નીતિઓની કટુ અને મોટાભાગની અન્યાયપૂર્ણ આલોકચનાઓ બાદ પણ તેમણે પોતાના પાછલા કાર્યકાળ અને આ મેરેથોન ચૂંટણીમાં ભારતીય વોટર્સને એ રીતે એક સાથે રાખ્યા, જેટલા અંદાજે 5 દસ્કાઓમાં કોઈ પ્રધાનમંત્રી કરી શક્યા ન હતા.

પીએમ મોદી પર ટાઈમના આર્ટીકલ મેગેજીને આ જ મહિનામાં 10 મેએ પ્રકાશિત અંકમાં પત્રકાર આતિશ તાસીરની કવર સ્ટોરીથી સાવ અલગ છે. તેમાં તાસીરે લિંચિંગ કેસોમાં યૂપીમાં યોગી આદિત્યનાથ અને મુખ્યમંત્રી બનાવાયા સહીતની તામામ બાબતોને લઈને નરેન્દ્ર મોદીની આલોચના કરી છે. વચ્ચે ચૂંટણીમાં આ અંક ભારતમાં ઘણો ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો. મોદી સમર્થકોએ જ્યાં ટાઈમની કવર સ્ટોરીની પણ આલોચનાઓ કરી હતી. ત્યાં મોદી વિરોધીઓએ હાથો હાથ તેને વધાવી હતી. પીએમ મોદીની વાહવાઈ કરતો ટાઈમનો હાલનો આર્ટીકલ તેમની વેબસાઈટ પર હાલથી જ વધારે વંચાનારા આર્ટીકલ્સમાં ટોપ પર રહ્યો છે. આર્ટીકલમાં મોદીનો એક વીડિયો પણ લગાવાયો છે, જેમાં તે આ જ વાત પર દબાણ આપતા દેખાય છે કે કોઈને કોઈ રીતે કોઈ ભેદભાવ નહીં થાય.