મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ સોશ્યલ મીડિયામાં ઘણી તાકાત હોય છે તે અનુભવ કદાચ આજે ભાજપના ગુજરાતના નામી નેતા આઈ કે જાડેજાને થઈ ગયો છે. જોકે એ વાત અલગ છે કે સામાન્ય લોકોની પોસ્ટમાં કદાચ શબ્દોનો ભાર નહીં પડતો હોય. આઈ કે જાડેજાએ બોપલ બ્રીઝથી શાંતિપુરા ચોકડી જતી વખતનો રોડ ખરાબ હાલતમાં હોવાનું ટ્વીટ 11 સપ્ટેમ્બર 2019 એટલે કે ગઈકાલે બુધવારે સવારે 10.03એ કર્યું હતું. જે પછી રોડ રસ્તાને લઈને લોકો આઈ કે જાડેજાના ટ્વીટર પર જ કમેન્ટ કરીને પોતાની વાત મુકવા લાગ્યા હતા. આ મુદ્દો મીડિયાએ પણ ઉછાળ્યો હતો. જે પછી આજે 12 સપ્ટેમ્બર 2019ના 1.30 કલાકે બીજું એક ટ્વીટ તેમણે કર્યું જેમાં તસવીરો સાથે રોડની કામગીરી દર્શાવાઈ હતી.

આઈ કે જાડેજાના બીજા ટ્વીટમાં કેટલાક માણસો અને જેસીબી રોડ બનાવવાના કામમાં લાગી ગયા છે તેવું દર્શાવ્યું છે.

ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા આઈ કે જાડેજા જ્યારે અમદાવાદના બોપલ બ્રીઝથી શાંતિપુરા ચોકડી જતાં હતા ત્યારે ત્યાંનો ખરાબ રોડ જોઈ તેમણે ટ્વીટર પર એક ટ્વીટ કર્યું હતું. જે ટ્વીટ પર પછી લોકોએ પણ પોત પોતાના વિસ્તારોમાં રોડના ખાડાઓ અને તેની હાલત અંગે જણાવ્યું હતું.

તેમણે પોતાના પ્રથમ ટ્વીટમાં લખ્યું હતું કે, અમદાવાદના બોપલ બ્રીજથી શાંતિપુરા ચોકડી સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે, ઔડાના અધિકારીઓ આ રોડ પર ચાલશે? શું ઓવરબ્રીઝનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરોની કોઈ જ જવાબદારી ઉપસ્થિત નથી થતી? જેમાં લોકોએ કહ્યું અલગ અલગ બાબતો મુકી રજૂઆત કરી હતી. મોટા ભાગે આ સ્થિતિ દરેક સ્થાને હોવાનું કહેવાયું હતું.

તે પછી જ્યારે તેમણે બીજું ટ્વીટ કર્યું કે જેમાં રોડની કામગીરીની તસવીરો હતી. તેમાં તેમણે તસવીરો સાથે લખ્યું કે, અમદાવાદના બોપલ બ્રીઝથી શાંતિપુરા ચોકડી સુધીના બિસ્માર રસ્તાની સુધારણા માટે ઔડાએ તુરંત જ કાર્યવાહી શરૂ કરી તે પ્રશંસનીય છે. જેને લઈન સોશ્યલ મીડિયામાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

લોકોએ કોમેન્ટમાં જે કહ્યું તેની કેટલીક 10 કોમેન્ટ અહીં રજુ કરી રહ્યા છીએ, 1. બાપુ, આ વાત પ્રશંસા ની નહીં પરંતુ શરમ ની છે. બિસ્માર રસ્તા માટે તમારે રજુઆત કરવી પડે તોજ કામ થાય. 2. સર, વડોદરા ક્યારે આવાના? 3. વરસાદ ગાંધીનગર માં પણ પડે છતાં ત્યાંના રસ્તા મા એકપણ ખાડો જોવા નઈ મળે. કારણકે ત્યાં  મુખ્ય મંત્રી તથા  મંત્રી શ્રી  નું આવન જાવન ચાલુ હોય છે .બાકી ત્યાં જે  રીતે રોડ બનાવવામાં અને એને સાચવવામા આવે છે તેમ આખા અમદાવાદ માં થઇ સકે. 4. ભ્રષ્ટાચારના રોડ છે, બાકી રુપિયા પુરા ખર્ચ કરો તો કપચીઓ ના દેખાય સમગ્ર ગુજરાતમાં આ પ્રમાણેની પરિસ્થીતી છે સાહેબ... 5 We are paying full toll, but receives damages to our cars. Situation of #NationalHigway from #kamrej to #kadodara in #Gujarat.. 6. હે ભાઈ રોડ માં હલકી ગુણવતા નો ડામર વાપર માં આવે છે એટલે વારં વાર રોડ ધોવાય  છે તો એને કેટલો દંડ આપવામાં આવશે?... 7. ઓઢવ રિંગરોડ થી બ્રિજ ને અડી ને આવેલ રસ્તા ઉપર છેલ્લા 6 મહિના થી હિમાલયન રેલી નો અનુભવ થાય છે. આ રસ્તા રીપેરીંગ ની જલ્દી થી કાર્યવાહી થાય તેવી આશા રાખીએ... 8.  સર આપ જ્યારે શહેરી વિકાસ મંત્રી હતા ત્યારે ખરેખર રસ્તાઓ સારા હતા... મને યાદ છે કે તમે અમદાવાદ ને ડેવલોપ કરવામાં મહત્વનો ફાળો આપેલો છે... અમદાવાદ શહેરના વિકાસ કામો તમે બઉ સારી રીતે કરેલા... પણ અફસોસ કે ત્યાર બાદ સારા રસ્તાઓ બનાવવાનું કામ ખાસ થયું નથી.... 9. આપશ્રી ને ગુજરાત ભ્રમણ કરવા વિનંતિ.. 4 બંગડી વારી ગાડીમાં બેસી રોડ તપાસી tweet કરતા કામની સ્પીડ બવ વધાર હો... 10. સાહેબ માત્ર આ રસ્તા જ નહીં પુરા અમદાવાદ શહેર ના રસ્તા ના હાલ આવા છે.3 મહિના પણ નહીં થયા હોય. આજ રસ્તા પર ટ્રાંફિક ના નિયમ નું પાલન ના કરનાર દંડાય છે તો રસ્તા બનાવનાર કેમ નહિ?