મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ઈન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન હાલમાં જ્યારે પાકિસ્તાનની કસ્ટડીમાં હતા તો થોડા કલાકોમાં જ તેમને ઈસ્લામાબાદથી રાવલપીંડી લઈ જવાયા હતા. તે અંદાજીત 4 કલાક જ પાકિસ્તાની આર્મીની કસ્ટડીમાં રહ્યા હતા અને અંદાજીત 40 કલાક પાકિસ્તાની કુખ્યાત ગુપ્ત એજન્સી આઈએસઆઈએ તેમની પુછપરછ કરી ટોર્ચર કર્યા હતા અને ભારતની ગુપ્તચર એજન્સી રો (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)ને લઈને ઘણી કમેન્ટ્સ પણ કરી હતી.

એક મીડિયા રિપોર્ટ મુજબ ડિફેન્સના સૂત્રો અનુસાર, પાકિસ્તાનના ફાઈટર પ્લેન એફ 16ને તોડી પાડ્યા બાદ વિંગ કમાન્ડર અભિનંદનનું વિમાન પાકિસ્તાનમાં પડ્યું તો પહેલા અભિનંદન ઈસ્લામાબાદમાં પાકિસ્તાની આર્મીની કસ્ટડીમાં હતા. પરંતુ અહીં અંદાજે 4 કલાક જ રખાયા હતા જે પછી તેમને આઈએસઆઈના લોકો ઈસ્લામાબાદથી રાવલપીંડી લઈ ગયા હતા. જ્યાં આઈએસઆઈના ઈન્વેસ્ટિગેશન સેલે તેમને અંદાજીત 40 કલાક સુધી સ્ટ્રોન્ગ રુમમાં રાખ્યા. ત્યાં તેમને ટોર્ચર કરવામાં આવ્યા હતા અને જાણકારીઓ કાઢવાના પ્રયત્નો કર્યા હતા. દરમિયાન સતત તેમની આંખો પર પટ્ટી બાંધીને રાખવામાં આવી હતી અને તે કાંઈ પણ જોઈ શક્યા ન હતા. સૂત્રો અનુસાર, અભિનંદનને ઈન્ડિયન એરફોર્સના અધિકારઓને કહ્યું કે, તેમને બસ એટલી જ ખબર પડી રહી હતી કે તેમને એક જગ્યાથી બીજી જગ્યા લઈ જવાઈ રહ્યા છે અને તે જગ્યા તે જોઈ શક્તા ન હતા કારણ કે આંખો પર પટ્ટી હતી.

સૂત્રોનું કહેવું છે કે, અભિનંદનના મુજબ, તે જેટલો સમય પાકિસ્તાન આર્મીની કસ્ટડીમાં હતા, ત્યાં સુધી તેમની સાથે સારી રીતે વર્ત કરવામાં આવ્યું, પરંતુ આઈએસઆઈએ તેમના પાસેથી જાણકારી લેવા માટે તેમને દરેક રીતે ટોર્ચર કર્યા હતા. જ્યારે અભિનંદન પાકિસ્તાનના કબ્જા વાળા વિસ્તારમાં પડ્યા ત્યારે તેમને પકડવા માટે રાઈફલના બટથી તેમને માથામાં મારવામાં આવ્યું હતું અને આંખ પર કટનો નિશાન છે. જે નિશાન તેના કારણે જ આવ્યું છે. પરંતુ જમણી બાજુએ આંખોના ચારે તરફ જે કાળું નિશાન છે તે અને આંખમાં ઈજા છે તે આઈએસઆઈના ટોર્ચરનું પરિણામ છે.

સૂત્રોના મુજબ, અભિનંદને એ પણ જણાવ્યું કે, તેમની સાથે પુછપરછ દરમિયાન આ પણ કહેવાયું કે ભલે તે પોતાના અંગે કાંઈ જાણકારી ન આપી રહ્યા હોય પણ ઈન્ડિયન મીડિયા તરફથી તેમના પરિવારથી લઈને તેમના પિતાના રિટાયર્ડ એરફોર્સ ઓફિસર હોવા અને તેમના ઘરના એડ્રેસ સુધીની તમામ જાણકારી મળી ગઈ છે.

પાકિસ્તાને અભિનંદનને જે ચા પીવડાવી હતી તે વીડિયો રિલિઝ કરાયો તે અંગે અભિનંદને કહ્યું કે તે વીડોય સાચો છે, જેમાં તે કહી રહ્યા છે કે, દ ટી ઈઝ ફેન્ટાસ્ટીક. જોકે અભિનંદને બીજા વીડિયોને ફગાવતા કહ્યું કે તે નકલી છે.

કહેવાઈ રહ્યું છે કે, અભિનંદનને છોડ્યા બાદ પાકિસ્તાને જે 1.23 મિનિટનો વીડિયો રિલીઝ કર્યો હતો તે અંગે અભિનંદને કહ્યું કે તે તેમનો અવાજ નથી અને આ તેમણે ક્યારેય કહ્યું જ નથી. આ નાના વીડિયોમાં 15થી વધુ કટ છે. જેમાં અભિનંદન પાકિસ્તાન આર્મીના વખાણ કરે છે અને ઈન્ડિયન મીડિયાની આલોચના કરતા સંભળાય છે. ભારત વાપસી પછી અભિનંદનનું એરફોર્સના સીનિયર અધિકારીઓ સાથે ડીબીફ્રિંગ સેશન થયું હતું. જેમાં એક જ સવાલ ઘણીવાર પુછાયો હતો, ગુમાવી ગુમાવીને પુછાયો હતો જેથી કોઈ ચુક ન થાય અને સુરક્ષાથી કોઈ પણ સાથેનું સમાધાન ન થાય.

સૂત્રો મુજબ, અભિનંદનને આઈએસઆઈ પાછા આપવા માટે તૈયાર ન હતું જ્યારે પાકિસ્તાન પર ચારે તરફતી દબાણ પડ્યું, ત્યારે પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને હસ્તક્ષેપ કરીને અભિનંદનને પરત ભારતને સોંપવાનો નિર્ણય કર્યો. આઈએસઆઈ વાળી પુછપરછ દરમિયાન વધુ ટોર્ચર કરતા સમયે ઘણી વાર અભિનંદનથી એ કહી રહ્યા હતા, તને તમારી રો પણ નહીં બચાવી શકે. ભારત પાછા આવ્યા પછી અભિનંદનની ન્યૂરો ટ્રીટમેન્ટ અને આંખોની ટ્રીટમેન્ટ થઈ હતી. હાલ તેમની મેડિકલ કેટેગરી ડાઉન કરી દેવાઈ છે પરંતુ જલ્દી જ તેનો રિવ્યૂ કરાશે.