મેરાન્યૂઝ નેટવર્ક.બાયડ: બાયડ વિધાનસભા બેઠક પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર રાજુભાઈ ખાંટના ઔધોગિક એકમ અને અમદાવાદ ખાતેના રહેઠાણ સ્થળે જીએસટી અને આઈટી વિભાગના દરોડા પડયા હતા ઓફિસ અને ઔધોગિક એકમને સીલ કરી દેતા અને ઓફિસ બહાર સિક્યુરિટી મૂકી દેતા તેમના ધંધામાં ભારે નુકશાન જવાની સાથે ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી દિકરીને પણ હેરાનગતિ થઈ રહી હોવાથી બાયડ પ્રાંત અધિકારીને આવેદપત્ર આપી રજુઆત કરી હતી શનિવારે જીએસટી વિભાગે ઔધોગિક એકમ પર અને આઈટી વિભાગે ઓફિસ પર દરોડા પાડ્યા પછી ઓફિસ અને ઔધોગિક એકમ સીલ કરી દીધા પછી કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું અને રાજકીય કિન્નાખોરીના પગલે દરોડા પાડવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું 

અપક્ષ ઉમેદવાર રાજુ ભાઈ ખાંટની ધનસુરા તાલુકાના વડાગામ નજીક આવેલી લક્ષ્મી ટેક્સટાઈલ નામના ઔધોગિક એકમ પર ગત શનિવારે રજાના દિવસે જીએસટી ટીમે દરોડો પાડ્યા હતા તેમના રહેઠાણ વસ્ત્રાલમાં આઈટી ત્રાટકી બેનામી હિસાબ અને સંપત્તિની તપાસ હાથ ધરી હતી.  દરોડા પાડવામાં આવ્યા તે સમયે બાયડ વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર રાજુભાઈ ખાંટે જણાવ્યું હતું કે, રાજકીય કિન્નાખોરીના ભાગ રૂપે જીએસટી અને આઈટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે વિધાનસભામાં ઉમેદવારી કરતા હું ઉમેદવારમાંથી બહાર નીકળવા માટે અને ફોર્મ પરત ખેંચવા માટે ઘણા બધા પેતરા કરવામાં આવ્યા હતા અને ધાક ધમકી અને લોભ લાલચ આપવામાં આવી હતી બંને પાર્ટીઓએ અનેક ધમપછાડા કર્યા હતા અપક્ષ ઉમેદવારી પરત કરવા માટે પણ હું ફક્ત ને ફક્ત સમાજના અને બીકેટીએસના અવાજથી ચૂંટણી લડી રહ્યો છું અને મને હંફાવવા ગમે તેટલા પ્રયત્નો થશે પણ હું જંગ જીતીને રહીશ તેમ જણાવ્યું હતું. 

બુધવારના રોજ રાજુભાઈ ખાંટે બાયડ તાલુકાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવાયું હતું કે તંત્ર દ્વારા દરોડા પાડીને રહેઠાણને સીલ કરવાને પગલે ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી મારી દિકરીને પણ હેરાનગતિ થઈ રહી છે. સાથે મારા ધંધા રોજગાર પર પણ અસર થઈ છે. રેડ દરમિયાન મારી  ઓફિસ, સોસાયટી ઓફિસને સીલ કરવામાં આવી છેછે. જ્યારે અધિકારીઓ દ્વારા રજા સિવાયના સોમવારે આવવાનું કહી હજુ સુધી ફરક્યા નથી તો મારા ધંધા તેમજ અન્ય વ્યવહારો પર ખોટી અસરો પડતી હોવાથી યોગ્ય કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.