મેરાન્યૂઝ નેટવર્ક. પોરબંદરઃ દ્વારકાધીશના દર્શન કરી પોરબંદર આવી રહયા હતા તે દરમ્યાન અકસ્માત ર્સજાયો પોરબંદરના નજીકના  હર્ષદ ગાંધવી નજીક એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં વડોદરાના દંપતિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જયારે તેમના પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ધૂળેટીના પર્વ દરમ્યાન અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા ખાતે રહેતો એક પરિવાર દ્વારકાધીશના દર્શન કરી અને પોરબંદર તરફ આવી રહ્યો હતો. તે દરમ્યાન ઓવરટેક કરતી વેળાએ સામેથી આવતી સોમનાથ-દ્વારકા એસ.ટી.બસ સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. જેમાં હિરેનભાઈ જોશી તેમના પત્ની ગાયત્રીબેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે ર૧ વર્ષના પુત્ર આદિત્યને ગંભીર ઈજાઓ પહોંચતા તેને ૧૦૮ એમ્બ્યૂલન્સની મદદથી સારવાર માટે પોરબંદર ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં એસ.ટી.બસમાં મુસાફરી કરી રહેલી એક મહિલાને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વડોદરા ખાતે રહેતો બ્રાહમણ પરિવાર ધૂળેટીના તહેવારને લઈને દ્વારકા દર્શનાર્થે આવ્યો હતો અને પોરબંદર તરફ આવી રહેલા આ પરિવારને હર્ષદ ગાંધવી નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં કારનો બુકડો બોલી ગયો હતો અને દંપતિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતા કલ્યાણપુર અને પોરબંદર પોલીસ તેમજ પોરબંદર એસ.ટી ડેપો મેનેજર હીરીબેન કટારા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. અસ્માતમાં દંપતિનું મોત થતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી.

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝઅથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં