મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ કોંગ્રેસનો છેડો ફાડનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સોમવારે બપોરે ૧૨ વાગ્યાના સુમારે કમલમમાં પહોંચી કેસરિયો ધારણ કરશે અને ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારો અને કાર્યકરોએ કમલમ પહોંચવા થયેલા વાયરલ મેસેજને ધવલસિંહ ઝાલાએ અફવા ગણાવી હતી. સોમવારે બપોરે ૨ વાગે ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટીની બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરશે તેવું જણાવ્યું હતું. બીજીબાજુ સોશ્યલ મીડિયામાં અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાની તારીખ નક્કી કરી સોમવારે ક્ષત્રિય ઠાકોર સેનાનાના કાર્યકરોને જણાવશેનો મેસેજ વાઈરલ થતા હાલ પૂરતી સોમવારે બપોરે ૧૨ કલાકે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કમલમ ખાતે કેસરિયો ધારણ કરશેની વાત પર પૂર્ણવિરામ મુકાઈ ગયો છે.

ક્ષત્રિય ઠાકોર સેનાની રચના કરી દારૂના ખપ્પરમાં ખુંપેલા સમાજ અને દારૂબંધીના દુષણ સામે લાડવા માટે સમાજને એકત્ર કરી દારૂબંધી માટે જનતા રેડ કરી દારૂબંધીની અમલવારી માટે ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનોએ ગામડા ખૂંદતા સમાજની મહિલાઓ અને યુવાનોનું સમર્થન મળતા અલ્પેશ ઠાકોરનો ઉદય થયો હતો. શરૂઆતમાં રાજકારણમાં જોડાવાની સ્પષ્ટ ઇન્કાર કરતા ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનોના રોલ મોડલ બની ગયા પછી વિધાનસભા-૨૦૧૭ ની ચૂંટણી પૂર્વે પંજાનો હાથ ઝાલી રાધનપુર બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. કોંગ્રેસમાં તેમના સાથી ધવલસિંહ ઝાલાને પણ બાયડ-માલપુરમાં સ્થાનિક કાર્યકરોનો શખ્ત વિરોધ હોવાછતાં ટિકિટ અપાવી હતી અને બાયડમાં ધવલસિંહ ઝાલાનો પણ ભવ્ય વિજય થયો હતો.

ત્યારબાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં અન્યાય થતો હોવાની બૂમરાણો મચાવતા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ અલ્પેશ ઠાકોરનો ઝભ્ભો પકડી લીધો હતો. રાજકીય રોટલો શેકવા અને અતિમહત્વકાક્ષી ધારાસભ્ય બનેલ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ કરી વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું આપી ભાજપમાં જોડાવાનું નક્કી પણ થઇ ગયું છે. અલ્પેશ ઠાકોર ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે તેવું સૂત્રો દ્વારા માહિતી મળી હતી. સોમવારનાં રોજ બપોરે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કમલમ પહોંચશે અને બીજેપીમાં જોડાશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. ઠાકોર સેનાના કાર્યકરોને કમલમ્ પહોંચવા જાણ કરી છે. સોમવારે બપોરે કમલમ્ પહોંચવા આહ્વવાન કરવામાં આવ્યું છે. 12 વાગ્યે કમલમ્ પર એકઠા થવાનો મેસેજ પણ ફરતો થયો હતો ત્યારે ધવલસિંહ ઝાલાએ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ અંગે ટેલિફોનિક પૂછ પરછ કરતા ખંડન કરી અમદાવાદ ખાતે બપોરે ૨ વાગ્યાના સુમારે ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટીની બેઠકમાં નક્કી કરી આગળની રણનીતિ જાહેર કરવાનું જણાવ્યું હતું.

રવિવારે સોશ્યલ મીડિયામાં વધુ એક મેસેજ વાયરલ થયો હતો જેમાં અલ્પેશ ઠાકોર સોમવારે બપોર પછી ભાજપમાં જોડાવવાની તારીખ નક્કી કરી જાહેર કરશે હાલ તો ક્ષત્રિય ઠાકોરસેનાના હોદેદારો અને કાર્યકરો પણ અલ્પેશ ઠાકોરનું રાજકારણ સમજવામાં થાપ ખાઈ રહ્યા હોય એવો અહેસાસ અનુભવી રહ્યા હોવાનું કેટલાક કાર્યકર્તાઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.