મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આપણા દેશમાં જજની ઘટ અને કેસની ચાલતી ધીમી કાર્યવાહીને કારણે ન્યાય મળવો તે ભગવાન મળવા બરાબર થઈ ગયું છે. મળ્યો તો ભવ પાર નહીં તો બસ તપસ્યા કર્યા કરો જેવી સ્થિતિ છે. ઘણીવાર કેસની ધીમી ગતિ એક વિચિત્ર માહોલ ઊભો કરી દેતી હોય છે. આવું જ કાંઈક આ કેસમાં બન્યું છે.

બિહારના ગયા નિવાસી એક વ્યક્તિને કોર્ટે 39 વર્ષ કેસ લડવા અને 10 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ છોડી મુકવાનો હુકમ કર્યો છે. કોર્ટે કહ્યું કે ગુનાના સમયે આરોપી નાબાલિક હતો તેથી તેને છોડી મુકવામાં આવે. કારણ, તેણે 10 વર્ષની સજા કાપી લીધી છે જો નાબાલિક હોવા પર સુનાવણી કરાનાર સજાથી લગભગ ત્રણ ગણી વધુ છે. હવે સવાલ એ ઊભો થાય છે કે જેણે આ સજા ભોગવી તેના તો વર્ષો કેસ પાછળ ખર્ચાઈ ગયા, પોતાના ઉમદા ભવિષ્ય માટે તે કાંઈ કરી જ શક્યો નહીં. હવે આટલા વર્ષો બાદ બહાર આવ્યા પછી તેના માટે આ દુનિયા કાંઈક અલગ જ માહોલ બનાવશે.

ગયા નિવાસી બનારસ સિંહે 1980માં કિશોરાવસ્થામાં બોલાચાલીમાં પોતાના પિતરાઈ ભાઈની હત્યા કરી દીધી હતી પરંતુ અદાલત અને હાઈકોર્ટે તેને બાલીક માની લીધો હતો. જેને કારણે તેને 10 વર્ષની જેલ ભોગવવી પડી. 39 વર્ષ બાદ આરોપી એ સાબિત કરવામાં સફળ રહ્યો કે તે ઘટના સમયે નાબાલિક હતો.

ગયાની જિલ્લા સત્ર અદાલતે 1980માં બનારસ સિંહને આ મામલામાં ઉંમર કેદ સજા સંભળાવી હતી. તેની સામે તેણે પટના હાઈકોર્ટમાં અપીલ કરી પરંતુ 1998માં તેની અપીલને ખારીજ કરી દેવાઈ. તેણે દલીલ કરી હતી કે ઘટના સમયે તે નાબાલીક હતો તેથી તેને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અંતર્ગત સજા સંભળાવાય.

સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ એનવી રમન્નાની અધ્યક્ષતા વાળી બેંચના પોતાના નિર્ણયમાં કહેવાયું કે ઘટના સમયે બનારસ સિંહ નાબાલિક હતો. તેને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અંતર્ગત વધુમાં વધુ ત્રણ વર્ષની જેલની સજા અપાઈ શકે છે પરંતુ 10 વર્ષની જેલ તેણે ભોગવી છે. તેથી તેને તુરંત છોડી મુકવો જોઈએ.