મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સંયુક્ત રાજ્ય અમેરિકા (યુનાઈટેડ સ્ટેટ્સ)ની સેનાએ શનિવારે ઈસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ)ના ઠેકાણાઓ પર ડ્રોનથી હવાઈ હુમલો કર્યો છે. અફ્ઘાનિસ્તાનમાં આઈએસ સદસ્ય પર કાબુલ એરપોર્ટ પર વિનાસકારી આત્મઘાતી બોમ્બ વિસ્ફોટના 48 કલાકથી પણ ઓછા સમયમાં અમેરિકાની આ મોટી કાર્યવાહી છે. બે દિવસ પહેલા કાબુલ એરપોર્ટ પર થયેલા વિસ્ફોટમાં 13 અમેરિકી સૈનિક ઉપરાંત 78 અફ્ઘાનીઓ માર્યા ગયા હતા. આ હુમલાની જવાબદારી આઈએસઆઈએસ-કેએ લીધી હતી.

અમેરિકી સેનાએ દાવો કર્યો કે તેને કાબુલ હવાઈ મથક પર ઘાતક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટની જવાબદારી લેનારા ઈસ્લામીક સ્ટેટ-ખોરાસનના એક યોજનાકારના સામે ડ્રોનથી હુમલો કર્યો છે અને તેને મારી નાખ્યો છે. મધ્ય કમાનના કેપ્ટન બિલ અર્બને કહ્યું, માનવરહિત હવાઈ હુમલા અફ્ઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં કર્યા છે અને શરૂઆતના સંકેત છે કે અમે લક્ષ્યને ઠાર કર્યો છે. આ હુમલા પછી પહેલી અમેરિકી હુમલાની જાહેરાત કરતાં તેમણે નિવેદનમાં કહ્યું કે, અમે કોઈપણ નાગરિકને હાની થવાની સૂચના મેળવી નથી.

આ હવાઈ હુમલો અફઘાનિસ્તાનની બહારથી કરવામાં આવ્યો છે. ગુરુવારે કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલા બાદ પણ ત્યાંથી લોકોને બહાર કાઢવાનું કામ કડક સુરક્ષા હેઠળ ચાલી રહ્યું છે. કાબુલ બ્લાસ્ટમાં 200 થી વધુ લોકો ઘાયલ થયા છે.

Advertisement


 

 

 

 

 

અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ પછી બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેણે હત્યાકાંડમાં વધારો કર્યો હતો. આ હુમલો ઇસ્લામિક સ્ટેટ જૂથની હિંસક અફઘાન શાખા દ્વારા કરવામાં આવ્યો હતો.

અમેરિકાએ અફઘાનિસ્તાનની બહાર અજાણ્યા સ્થળેથી આ ડ્રોન હુમલો કર્યો છે. આના પરથી સ્પષ્ટ છે કે અમેરિકી સૈન્ય અફઘાનિસ્તાનથી સંપૂર્ણપણે બહાર નીકળ્યા બાદ પણ આતંકવાદી અડ્ડાઓને નિશાન બનાવી શકે છે. બીજી બાજુ, અમેરિકાએ કાબુલ એરપોર્ટના વિવિધ દરવાજા પર હાજર તેના નાગરિકોને તાત્કાલિક બહાર જવા માટે કહ્યું છે. આતંકવાદી હુમલાની સંભાવનાને જોતા આ દિશા આપવામાં આવી છે.