મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી : કોરોના વાયરસના ચેપ ફેલાવાને રોકવા માટે માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવું  જરૂરી છે. માસ્ક ન પહેરવા બદલ લોકોને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. આ કિસ્સો દિલ્હીનો છે જ્યાં એક વ્યક્તિ માસ્ક વગર કારમાં એકલા મુસાફરી કરી રહ્યો હતો. માસ્ક ન પહેરેલો જોઇને પોલીસે તેને અટકાવ્યો હતો અને 500 રૂપિયા દંડ ફટકાર્યો હતો. આ વ્યક્તિએ આ મામલે કોર્ટમાં અરજી કરી હતી અને ના માત્ર દંડની રકમની માંગ કરી, પરંતુ વળતર રૂપે 10 ​​લાખ રૂપિયાની માંગ પણ કરી હતી.

રિપોર્ટ અનુસાર, દિલ્હીનો સૌરભ શર્મા વ્યવસાયે વકીલ છે. 9 સપ્ટેમ્બરના રોજ તે પોતાની કારમાં એકલા જતો હતો. માસ્ક પહેર્યો ન હતો. એવામાં પોલીસે તેને ગીતા કોલોની નજીક રોક્યો અને 500 રૂપિયા દંડ ફટકાર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે કારમાં એકલા મુસાફરી કરતી વખતે માસ્ક પહેરવું જરૂરી નથી. પરંતુ પોલીસકર્મીઓએ તેમની વાત ન માની અને દંડ લીધો. 


 

 

 

 

 

પરિણામે, આ કેસમાં સૌરભે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ના માત્ર દંડની રકમની માંગ કરી પરંતુ સરકારી અધિકારી પાસેથી જાહે માં માનસિક ત્રાસ બદલ વળતર તરીકે 10 લાખ રૂપિયાની માંગ કરી હતી. તેમણે અરજીમાં લખ્યું છે કે કાર તેમનો ખાનગી વિસ્તાર છે અને તેથી એકલા મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાની જરૂરિયાત અને  જાહેર જગ્યાએ માસ્ક પહેરવાની તુલના કરી શકાતી નથી.