પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ) : સરકારમાં બેઠેલા નેતાઓને પોતાની જવાબદારી જરા પણ ભાન નથી, પ્રજાના મત દ્વારા ચુંટાયેલા નેતાઓને માત્ર સરકારી ગાડીમાં ફરવા અને સરકારી બંગલામાં રહેવા પ્રજા મત આપતી નથી, પ્રજા માને છે કે સરકાર એટલે માતા-પિતાના સ્થાને તેમણે પ્રજાની સુખાકારી સાથે સલામતીની ચીંતા પણ કરવાની છે પ્રજા તો પોતાની સગવડતા પ્રમાણે માગણી કરશે પણ સરકાર તરીકે પ્રજાની સલામતી કઈ બાબતમાં છે તેનો નિર્ણય સરકારે બુધ્ધી ઠેકાણે રાખી કરવાનો  છે. પરંતુ ગુજરાત સરકારે તો બુધ્ધીનું દેવાળુ ફુકયુ છે, ગુજરાતના પાગલ માણસને પણ સમજાય કે રસ્તા ઉપર પસાર થતાં સ્કુટર ચાલકે હેલ્મેટ પહેર્યુ હોય અને તેનો અકસ્માત થાય તો તેની હેડઈન્જરીથી તે બચી શકે છે. અને રસ્તા ઉપર થતાં અકસ્માતમાં નેવુ ટકા ટુ વ્હીલરોના ચાલકો  હેડ ઈન્જરીને કારણે મોતની નજીક પહોંચે છે અથવા મોત થાય છે.

આ સાદી વાત વિજય રૂપાણી અને તેમના મંત્રી ફળદુ સહિત મંત્રી મંડળમંડળને નથી સમજાતી એ
એટલા ભોઠ પણ નથી કદાચ તેઓ સરકારમાં હોવાને કારણે હવે તેમના સંતાનોને ટુ વ્હીલર ઉપર નિકળવુ પડતુ નથી, પણ મતના રાજકારણને કારણને કારણે પ્રજા હેલ્મેટના નામે થતાં દંડની બુમો પાડી રહી છે કયાંક આપણી સત્તા જતી રહેશે તેવા ડરમાં વિજય રૂપાણીએ તમારો અને આપણા સંતાનોના મોતનો સોદો કરી લીધો હોય તેવુ લાગે છે. વ્યકિતગત મને પણ પણ હેલ્મેટ પહેરવો ગમતો નથી, મેં હેલ્મેટ નહીં પહેરવા માટે અનેક વખત દંડ પણ ભર્યો છે મે જયારે પણ દંડ ભર્યો ત્યારે મને સરકાર સામે ગુસ્સો આવ્યો  નથી. પણ મને ખબર છે સામાન્ય માણસ તેવુ વિચારતો નથી.

સામાન્ય માણસ જયારે હેલ્મેટ પહેર્યા વગર નિકળે અને પોલીસ દંડ કરે ત્યારે તેનો ગુસ્સો સરકાર ઉપર ઉતરે છે, પણ સરકાર માઈ-બાપ છે તેણે પોતાના સંતાનના હિતમાં નિર્ણય લેવાનો છે નહીં કે તેને ગમતો નિર્ણય, આપણુ સંતાન ખોટો નિર્ણય લઈ રહ્યુ છે જે તેની જીંદગી માટે જોખમ છે તો આપણે તેને હરગીજ તે માટે મંજુરી આપીશુ નહીં. પછી આપણુ બાળક ગમે એટલુ નારાજ થાય કદાચ આપણી સાથે વાત કરવાનું બંધ પણ કરે છતાં આપણે મન તેની જીંદગી મહત્વની છે, આવુ એક મા-બાપને સમજાય તે સરકારને પણ સમજાવવુ જોઈએ, આપણે ત્યાં ગુજરાતમાં હેલ્મેટનો કાયદો બીજા રાજયા કરતા મોડો આવ્યો તેના કારણે આપણને હેલ્મેટની આદત નથી, એટલે મેં પોતે પણ પહેલા તો તેની સામે અનેક વાંધા કાઢયા, વીઝન પ્રોબ્લેમ થાય છે, માથુ ભારે થઈ જાય છે, શહેરમાં કયાં વાહનની સ્પી઼ડ વીસ-ત્રીસ કરતા વધારે હોય છે વગેરે વગેરે.

આમ છતાં મારૂ મન કહેતુ હતું કે મારા બધા બહાના ખોટા છે ખાસ કરી જેઓ પચાસી વટાવી ગયા છે તેવા વડિલો માટે હેલ્મેટને ભાર અસહ્ય હતો પણ આ તમામ બાબતો મારી અને તમારી જીંદગી બચાવવા માટે જરૂરી હતી, મને હેલ્મેટ પહેરવા ગમતો નથી, હુ સરકારથી નારાજ છુ  તેનો અર્થ તેવો નથી વિજય રૂપાણીને  પ્રજાની સલામતી કરવાની બંધારણીય ફરજ સોંપવામાં આવી છે તે ફરજ તે છોડી તે મને ગમતો નિર્ણય કરે કારણ તેમની સરકારનો ગ્રાફ નીચે ઉતરી રહ્યોછે તેના કારણે વિજય રૂપાણીને તમારા અને મારા મોતનો સોદો કરવાનો અધિકાર મળતો નથી, સરકારતો મુર્ખ છે આપણા  અને આપણા સંતાનના મોત પછી સરકાર વળતરની જાહેરાંત કરી પોતાની જવાબદારી પુરી કરશે, પણ જે પોતાનું ગુમાવે છે તેને જ વેદના સમજાય છે. તમે પણ હેલ્મેટ પહેરજો અને તમારા સંતાનોને  પણ હેલ્મેટ પહેરવાની સલાહ આપજો કાયદા માટે નહી માટે  ઘરે કોઈક તમારી રાહ જુવો છે તેના માટે.