મેરાન્યૂઝ નેટવર્ક. મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી અદા શર્માની દરેક અંદાજ નિરાલો છે. તે હંમેશાં કંઈક કરે છે, જેથી લોકોનું ધ્યાન તેમના પર રહે. તાજેતરમાં તેના યોગ અને ડાન્સના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. અદા શર્માએ ફરી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેની હટકે અંદાજ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં, એક વ્યક્તિ વાંસળીમાંથી 'રશ્કે કમર' ગીતની ધૂન વગાડી રહ્યો છે. અને અદા શર્માએ આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

અદા શર્મા દ્વારા શેર કરેલા વીડિયોમાં જોઈ શકો છો  કે કેવી રીતે એક વ્યક્તિ વાંસળીથી 'રશ્કે કમર' ગીતની ધૂન વગાડી રહ્યો છે. અદા શર્મા તે વ્યક્તિની ટેલેન્ટ ને માણતી જોવા મળે છે. તેમણે તેના કેપ્શનમાં લખ્યું છે: 'વાંસળીવાળા વ્યક્તિ ને મળો.' આ વિડિઓ અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વખત જોવામાં આવી ચુક્યો છે.


 

 

 

 

 

અદા શર્મા છેલ્લે ફિલ્મ કમાન્ડો 3 માં જોવા મળી હતી. જણાવી દઈએ કે અદા શર્માએ અભ્યાસ પૂરો કર્યા પછી વર્ષ 2008 ની હોરર ફિલ્મ '1920' થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. '1920' ની સફળતા બાદ અદા શર્માએ ઘણી ફિલ્મોમાં પોતાનું પાત્ર ભજવ્યું. 'હંસી તો ફંસી' ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની ગર્લફ્રેન્ડ  અને પરિણીતી ચોપડાની બહેનનો રોલ કરનાર અદા શર્માની અભિનયની પણ આ ફિલ્મમાં પ્રશંસા કરવામાં આવી હતી. આ સિવાય અદા શર્મા ફિલ્મ કમાન્ડોમાં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.