મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણિતા તામિલ અભિનેતા વિવેકના નિધન પર શનિવારે શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે પર્યાવરણ તથા સમાજના માટે તેમની ચિંતા તેમના જીવનના સાથે જ તેમની ફિલ્મોમાં પણ જોવા મળતી હતી. વિવેકનું શનિવારે હૃદય રોગના હુમલાથી નિધન થઈ ગયું. તે 59 વર્ષના હતા. પ્રધાનમંત્રીએ કહ્યું, જાણિતા અભિનેતા વિવેકના અચાનક નિધનથી ઘણા બધા લોકોને આઘાત લાગ્યો છે. પોતાના હાસ્ય અને બુદ્ધીમત્તાપૂર્ણ સંવાદ અભિનયથી તેમણે લોકોને મનોરંજીત કર્યા તેમના જીવન અને તેમની ફિલ્મોમાં પર્યાવરણ અને સમાજ માટેની તેમની ચિંતા જોવાતી હતી. તેમના પરિવારના સદસ્યો, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ છે.

વિવેકને શુક્રવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હાલત લથડતાં તેને ઈસીએઓ પ્રણાલીમાં રાખવામાં આવ્યા હતા. એક્ટરને ગુરુવારે કોરોનાની રસી આપવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યું કે વિવેકને હૃદયરોગનો હુમલો રસીને કારણે આવ્યો નથી.