મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ જાણિતા એક્ટર અમિત મિસ્ત્રીનું શુક્રવારે નિધન થઈ ગયું છે. જાણકારી મળી રહી છે કે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થયું છે. અમિત મિસ્ત્રીએ ગુજરાતી ફિલ્મો સહિત ઘણા સ્ટેજ પર કામ કરી ચુક્યા છે. ગુજરાતી ફિલ્મ બે યારમાં તેમની કામગીરીની ખુબ વખાણવામાં આવી હતી. એટલું જ નહીં તેઓએ બોલીવુડની શોર ઈન સિટી, સાત ફેરો કી હેરા ફેરી ઉપરાંત તેનાલી રામન, મેડમસર, બેંડિશ બેંડિટ્સ વેબસિરિઝ સહીત ઘણા પ્લેટફોર્મ્સ પર તેઓ પોતની અભિનયની છાપ મુકી ગયા છે.

અમિત મિસ્ત્રીના નિધન પર મનોરંજન જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ફેન્સ સાથે સાથે ઘણા સેલેબ્સ કે જેમણે અમિત સાથે કામ કર્યું હતું તેમને ઓળખતા હતા તે તમામ આ સમાચાર સાંભળીને આઘાત પામ્યા છે.


 

 

 

 

 

અમિત મિસ્ત્રીના નિધનની જાણકારી તેમના મેનેજર મહર્ષી દેસાઈએ આપી હતી. આપને જણાવી દઈએ કે અમિત તે એક્ટર્સમાં શામેલ છે જેમણે ટીવી, બીગ સ્ક્રીન, ઓટીટી પ્લેટફોર્મ પર કામ કર્યું હોય. તેમણે ક્યા કહેના, એક ચાલિસ કા લાસ્ટ લોકલ, 99, યમલા પગલા દીવાના, એ જેંટલમેન જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.