બેઇજિંગ: સુપરસ્ટાર જેકી ચાન પુત્ર જેસીયાન ને કારણે આવી મુશ્કેલીમાં મુકાયો હતો, ૨૦૧૪માં બેઈજિંગમાં જેસી ચાનની ડ્રગ્સ વેચવા અને રાખવાના આરોપમાં ધરપકડ થઈ હતી. જુન ૨૦૧૪માં બેઇજિંગના એક અપાર્ટમેન્ટમાંથી પોલીસે દરોડો પાડતા ૧૧૭ ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. ચાઇનીઝ સુપરસ્ટાર જેકી ચાનના એક ના એક 32 વર્ષીય પુત્ર જેસી ચાન.
તાઇવાનની 23 વર્ષીય જાણીતા ફિલ્મ અભિનેતા કાઈ કો અને ૪૧ વર્ષીય ચરિત્ર અભિનેતા મિસ્ટર સોંગ ની આ સ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી. જેસી ચાનની મેડિકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેણે ડ્રગ્સનું સેવન કર્યું નથી કે તેના શરીરથી ડ્રગ્સના સેમ્પલ મળ્યા ન હતા, પરંતુ તપાસમાં જાણવા મળ્યું હતું કે ઘણી હસ્તીઓએ ડ્રગ્સ મેળવવા માટે તેના એપાર્ટમેન્ટની મુલાકાત લેતી હતી. એક્શન ફિલ્મ સ્ટાર જેકી ચાનના પુત્ર જેસી ચાનને આ ગુનામાં છ મહિનાની જેલ અને 2000 યુઆનના દંડની સજા થઈ હતી.
Advertisement
 
 
 
 
 
તાઇવાની અભિનેતા કાઈ કો ને 14 દિવસ ની ન્યાયિક હિરાસત માં રાખવામાં આવી હતી.
ચાઇનામાં આવા ગુનાહિત કૃત્યો માટે 6 માસ થી 3 વર્ષ સુધીની જેલની જોગવાઇ છે, જેસી ચેનને બેઇજિંગની ડોંગચેંગ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં "દવાઓના ઉપયોગ માટે અન્યને આશ્રય આપવા" માટે દોષી ઠેરવ્યો હતો. પોલીસે 16 જૂનના રોજ તેના ઘરે દરોડો પાડ્યો હતો અને ત્યાંથી 100 ગ્રામથી વધુ ગાંજો મળ્યો હતો.
આ સમાચાર પિતા જેકી ચાન માટે શરમજનક હતા કારણ કે તે 2009 માં સુપ્રસિદ્ધ અભિનેતા ચીની પોલીસ માટે નાર્કોટિક્સ કંટ્રોલ એમ્બેસેડર હતા. તેમની ભૂમિકાને કારણે, તેઓ વિવિધ ડ્રગ વિરોધી ચળવળોનો હિસ્સો રહ્યા હતા, જ્યારે પરિસ્થિતિનો જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે જેકીએ આખી દુનિયાની માફી માંગી હતી! જેસી પર આરોપ લાગ્યા બાદ તે મીડિયા સમક્ષ હાજર થયા હતા અને કહ્યું હતું કે, "મારા પુત્રને સખત સજા કરશો, મને ખૂબ શરમ આવે છે." તે જ સમયે તેણે તેના પુત્ર પર નિરાશા વ્યક્ત કરી, તેણે સોશિયલ મીડિયા પર પણ લખ્યું, હતું "હું મારા પુત્રની ક્રિયાઓથી ખૂબ ગુસ્સે છું અને મને શરમ આવે છે."
ડ્રગના કેસમાં જેસી ચાનને તે સમયે છ મહિનાની જેલની સજા થઈ હતી. તે સમયગાળા દરમિયાન, જેસી ચાને કોર્ટમાં પોતાની ભૂલ સ્વીકારી હતી અને વચન આપ્યું કે જ્યારે તે તેની સજા પૂરી થયા પછી પાછો ફરશે, ત્યારે તે એક આદર્શ વ્યક્તિ તરીકે એક ઉદાહરણ સ્થાપિત કરશે.
જ્યારે જેકી ચાનનો પુત્ર છ મહિનાની સજા પૂરી કરીને પાછો ફર્યો ત્યારે તેણે એક પત્રકાર પરિષદમાં ખુલાસો કર્યો, “મને ખબર છે કે મેં મોટી ભૂલ કરી છે અને મને તે ભૂલ માટે સજા થઈ છે. જેના માટે હું માફી માંગુ છું અને હવે પછી ક્યારેય આવું ખોટું કામ નહીં કરું. ”
Advertisement
 
 
 
 
 
2014 માં રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોલીસને ડ્રગનો ઉપયોગ રોકવા માટે મજબૂત પગલાં લેવા આદેશ આપેલો હતો. ચાઇનાના સૌથી પ્રખ્યાત અભિનેતાઓમાંથી એકના પુત્રની આ કબૂલાત ચીની સરકારના કડક કાયદાને રેખાંકિત કરે છે. પ્રતિબંધિત દવાઓ પર ચીનની સખત કાર્યવાહીથી કોઈ પણ વ્યક્તિ બાકાત નથી,
બેઇજિંગ પોલીસે તે સમયે જણાવ્યું હતું કે, "અન્યને ડ્રગ્સનો દુરુપયોગ કરવા માટે આશ્રય આપવાના" વધારાના અને ડ્રગ્સ રાખવાના ગંભીર ગુના માટે જેસી ચાનને "ફોજદારી અટકાયત" કરવામાં આવી હતી,
જેકી ચાન કે જેને 2009 માં ચીની પોલીસ દ્વારા સત્તાવાર "નાર્કોટિક્સ કંટ્રોલ એમ્બેસેડર" બનાવવામાં આવ્યા હતા, અત્રે એ નોધવું રહ્યું કે જેકી ચાને પુત્રને બચાવવા કોઈ વગનો ઉપયોગ કર્યો ન હતો,
વર્તમાન સમયમાં જેકી ચેન જેવી માનસિકતા કેળવવી ખુબ અઘરી છે, બોલીવુડમાં આવી સમજ ક્યારે આવશે ?
(અહેવાલ સંપાદક: મહેશ ઠાકર, અમદાવાદ)