મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ ગવર્નર ઓપી કોહલીનો ગવર્નર તરીકેનો કાર્યકાળ પૂરો થયો. તે પછી હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવ્રતને બલદી આપીને ગુજરાત લવાયા છે. તેમને અહીં રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે કલરાજ મિશ્રાને નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 18 જાન્યુઆરી 1959ના રોજ તેમને જન્મ થયો હતો. રાજ્યપાલ તરીકેની જવાબદારી પહેલા આચાર્ય દેવવ્રત હિમાચલના કુરુક્ષેત્રમાં ગુરુકુળના આચાર્ય રહ્યા હતા. આ સંસ્થાનું સંચાલન આર્ય પ્રતિનીધિ સભા, રોહતક કરી રહી છે. આચાર્ય દેવવ્રતને પંજાબ યુનિવર્સિટીમાંથી 1984માં હિન્દીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ છે. વાતાવરણને પ્રદૂષણ મુક્ત કરવાના અભિયાનમાં તેમણે યોગદાન આપ્યું છે. આચાર્ય દેવવ્રત બેટી બચાવો બેટી પઢાઓ અને મહિલા ભૃણ હત્યા સામેના કેમ્પેન સાથે જોડાયેલા રહ્યા છે.

અગાઉ હિમાચલ પ્રદેશના રાજ્યપાલનો હોદ્દો સંભાળતાથી સાથે જ તેઓએ સામાજિક મુદ્દાઓના નિવારણ પર કામ શરૂ કર્યુ હતું. નશીલા પદાર્થો સામેની કામગીરી અને અસહિષ્ણુતા પર તેમણે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી હતી.

બંને રાજ્યપાલોની નિયુક્તિના આદેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. આચાર્ય દેવવ્રત અને કલરાજ મિશ્ર પોતપોતાના રાજ્યોમાં પોતાના પદ સંભાળ્યા બાદથી તેમની નિયુક્તિ પ્રભાવી થશે.