પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): કચ્છ ડિસ્ટ્રીક્ટ બેંકમાંથી બેંકના અધિકારીઓ અને મળતિયાઓ દ્વારા 100 કરોડ રૂપિયાની લોન ખોટી મંડળી ઉભી કરી તથા ખેડૂત સભાસદોના નામે બારોબાર લીધાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડ દરમિયાન એક જ દિવસમાં 30 કરોડ રૂપિયાની રકમ કચ્છ ડિસ્ટ્રીક્ટ બેંક દ્વારા જુદાજુદા વ્યક્તિઓના નામે મંજૂર કરવામાં આવી હતી અને તે રકમ એક જ દિવસમાં બેંકમાંથી ઉપાડી લેવામાં આવી હતી. આ કૌભાંડ બે વર્ષથી આચરવામાં આવી રહ્યું હતું અને ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાના આરોપી જયંતિ ઠક્કરની પૂછપરછ દરમિયાન સમગ્ર વિગતો બહાર આવી છે. જેમાં જયંતી ઠક્કરની સંડોવણી છે. ડીજીપી ગૌતમ પરમારની આગેવાનીમાં ક્રાઇમ બ્રાન્ચે કરેલી કાર્યવાહીમાં 25 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઝડપાયેલા આરોપીઓના નામ નીચે પ્રમાણે છે.

(૧) જુમ્મા ઇબ્રાહિમ સંગાર, રહે. છાછી, તા. અબડાસા

(૨) પ્રાગજી જશાજી મોડ, રહે. છાછી, તા. અબડાસા

(૩) ચંદુભા સુમરાજી જાડેજા, રહે. કોકલીયા, તા. માંડવી

(૪) પ્રવિણસિંહજી તેજમલજી સોઢા, રહે. કોકલીયા, તા. માંડવી

(૫) છત્રસિંહ હાજુભા જાડેજા, રહે. કોકલીયા, તા. માંડવી

(૬) ખેંગારજી હાજાજી ચૌહાણ, રહે. દોઢીયા, તા. માંડવી

(૭) નવીન બી. ગુંસાઇ, રહે. કોકલીયા, તા. માંડવી

(૮) વીરા સાયા ગઢવી, રહે. ડુમરા, તા. અબડાસા

(૯) કરશન શામજી મહેશ્વરી, રહે. ડુમરા. તા. અબડાસા

(૧૦) રામજી ધરમશી ભાનુશાળી, રહે. ચીયાસર, તા. અબડાસા

(૧૧) ગીરીરાજસિંહ કનુભા જાડેજા, રહે. નારણપર, તા. અબડાસા

(૧૨) સુરેન્દ્રસિંહ નટુભા, રહે. ભોજાય, તા. માંડવી

(૧૩) કરસન ભચુ સંગાર, રહે. ભોજાય, તા. માંડવી

(૧૪) લધા હાજા સંગાર, રહે. ભોજાય, તા. માંડવી

(૧૫) માણસી ધનજી, રહે. ભોજાય, તાં. માંડવી

(૧૬) મામદ સુમાર કુંભાર, રહે. સાંભરાઇ, તા. માંડવી

(૧૭) હુશેન મામદ કુંભાર, રહે. સાંભરાઇ, તા. માંડવી

(૧૮) અશોક શામજી પલણ, રહે. સાંભરાઇ, તા. માંડવી

(૧૯) કરણસિંહ નટુભા જાડેજા, રહે, ખીરસરા (કોઠાર), તા. અબડાસા

(૨૦) કેશવ ખેરાજ મહેશ્વરી, રહે. મોટા કરોડીયા, તા. અબડાસા

(૨૧) ડાહ્યા વાલા ગઢવી, રહે. મોટા કરોડીયા. તા. અબડાસા

(૨૨) જયંતીલાલ ગાગજી ભાનુશાલી, રહે. ચીયાસર, તા. અબડાસા

(૨૩) ટોકરશી પ્રાગજી ઠક્કર, રહે. ભુજ

(૨૪) હરીશચંદ્રસિંહ ચંદુભા જાડેજા, રહે. કોકલીયા, તા. માંડવી

(૨૫) ભુપતસિંહ ચતુરસિંહ જાડેજા, રહે. ભુજ (બ્રાન્ચ મેનેજર, માંડવી)

(૨૬) સંજય રમેશચંદ્ર ત્રિપાઠી. રહે. ભુજ (બ્રાન્ચ મેનેજર, કોઠારા)