મેરાન્યૂઝ નેટવર્ક.તેલંગાણાઃ હૈદરાબાદ જિલ્લામાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના મામલામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. હૈદરાબાદ પોલીસે કહ્યું છે કે રેલવે ટ્રેક પર એક લાશ મળી છે, જે દુષ્કર્મના આરોપીની લાશ છે. તેલંગામા ડીજીપીએ આ અંગેની પૃષ્ટી કરી દીધી છે. મંઘવારે તેલંગાણાના મંત્રીએ કહ્યું હતું કે આરોપીનું એન્કાઉન્ટર કરાવી દઈશું. મંત્રીના નિવેદનના બે દિવસ પછી આરોપીની લાશ રેલવે ટ્રેક પરથી મળી આવી છે. જોકે સરકાર તરફથી કોઈ પ્રકારના એન્કાઉન્ટર થયાની વાત કહેવાઈ નથી.

વારનગલમાં રેલવે ટ્રેક પરથી એક લાશ મળી, જ્યાં પોલીસ પહોંચી ત્યારે તેની લાશની તપાસ કરી તો હાથ પર બનેલા ટેટૂના આધારે ખબર પડી કે આ સૈદાબાદની દુષ્કર્મની ઘટનાનો આરોપી છે. હૈદરાબાદ સીપી અંજિની કુમાર મુજબ, હજુતો એટલું જ ખબર પડી છે કે તે જ આરોપી લાગી રહ્યો છે. જોકે તેની સચોટ પૃષ્ટી પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા પછી થઈ શકે છે. બીજી બાજુ તેલંગાણાના ડીજીપીએ એક પૃષ્ટી કરી દીધી છે કે આ તે જ આરોપી છે જેણે છ વર્ષની દીકરી સાથે ધૃણાસ્પદ હરકત કરી હતી.

ઘટના શું હતી

હૈદરાબાદના સૈદાબાદમાં 9 સપ્ટેમ્બરે છ વર્ષની દીકરી સાથે એક યુવકે દુષ્કર્મ આચર્યું હતું અને તેને મારી નાખી હતી. ઘટના પછી આ યુવક ફરાર હતો. આ ઘટનાના બાદ તેલંગાણા સરકાર પર આરોપીને પકડવા માટે દબાણ વધવા લાગ્યું હતું, પરંતુ આરોપી પોલીસના પકડમાં આવતો ન્હોતો. પોલીસે આરોપીના માથે દસ લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરી દીધું હતું. ડીજીપીએ આરોપીને પકડવા માટે 15 ટીમ બનાવી હતી, પરંતુ આરોપી પોલીસના પકડમાં આવતો ન્હોતો. ગુરુવારે સવારે આ આરોપીની લાશ રેલવે ટ્રેક પરથી મળે છે. આ દરમિયાન રાજ્ય સરકારના શ્રમ મંત્રી મલ્લા રેડ્ડીએ કહ્યું હતું કે પોલીસ આરોપીને પકડશે અને તેનું એન્કાઉન્ટર કરી દેશે. તેમણે કહ્યું કે અમે આરોપીને છોડીશું નહીં.