મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં ચોમાસાની ઋતુ જામી રહી છે વરસતો વરસાદ અને રોડ પર પડેલા ખાડાઓને પગલે અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે સવારે મોડાસા-માલપુર રોડ પર માલપુર નજીક આવેલી સુરભી હોટલ સામે સુરત તરફ જઈ રહેલ કારના ચાલકે ટ્રકની ઓવરટેક કરવાની લાહ્યમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પરથી પલટી ખાઈ ઉંધામાથે પછડાઈ ત્રણથી ચાર પલટી મારી રોડથી દૂર આવેલા ખેતરમાં ખાબકી હતી. ફિલ્મી દ્રશ્યોની જેમ કાર રોડ પરથી ધડાકાભેર પલટીઓ ખાતી જોઈ આજુબાજુ થી લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારચાલકને કારની બહાર કાઢ્યો હતો કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સદનસીબે જાનહાની ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મોડાસા-શામળાજી રોડ પર આવેલ ગાજણ ટોલપ્લાઝા નજીક ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટોલ પ્લાઝા નજીક ધીરે ચલેના દિશાસૂચક દર્શવાતા ભારે ભરખમ બોર્ડ સાથે ટ્રક ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો લોંખડના બોર્ડ સાથે ટ્રક ધડાકાભેર અથડાતા ટ્રકના કેબીનના ભાગનો કડૂચાલો વળી જતા ટ્રક ડ્રાઈવર સહીત ત્રણ લોકો ગંભીર ઈજાગ્રસ્ત થવાની સાથે કેબિનમાં ફસાઈ જતા ઇજાથી કણસી રહ્યા હતા. અકસ્માતની ઘટનાની ગંભીરતાના પગલે પોલીસ, આરટીઓ, ટોલપ્લાઝાના કર્મચારીઓ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી તાબડતોડ ક્રેનની મદદથી ટ્રક ચાલક સહીત ત્રણ ઈજાગ્રસ્ત લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢી સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા અકસ્માતના પગલે સર્જાયેલ ટ્રાફિક પોલીસે પુર્વરત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.