મેરાન્યૂઝ નેટવર્ક.સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ-અમદાવાદ હાઇવે પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહ્યા છે ત્યારે માલવણ નજીક આઇસર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મળતી વિગત મુજબ હળવદ તાલુકાના માનસર ગામની જાન ભરેલી આઈસર ટ્રક સાથે અથડાતા એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું આઇસર મા સવાર માનસર ગામ ના નિર્મળાબેન રમેશભાઈ રાઠોડનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ૧૮ જેટલા જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા હતા.

ઈજાગ્રસ્તોને વિરમગામની સરકારી હોસ્પિટલ તેમજ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. હળવદ તાલુકાના માનસર ગામે રહેતા નાડોદા રાજપૂતના યુવાનની જાન ખેડા જિલ્લાના કંથઇ ગામે ગઈ હતી તયારે લગ્ન વિધિ સંપન્ન કરી જાન પરત હળવદના માનસર ગામે આવવા રવાના થઈ હતી, ત્યારે ગતરાત્રી ૧૧:૩૦ ના અરસામાં માલવણ નજીકથી જઈ રહેલા ટ્રક પાછળ જાનૈયાઓ ભરેલી આઇસર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નિર્મલાબેન રમેશભાઈ રાઠોડનું મોત નિપજયાનું જાણવા મળ્યું હતું, જ્યારે ૧૮ જેટલા જાનૈયાઓને નાની-મોટી ઇજા પહોંચતા તેઓને સારવાર માટે પ્રથમ વિરમગામ તેમજ રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજી તરફ જાનૈયાઓને અકસ્માત નડતાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે અને માનસર ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. બનાનવ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.