મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે 1 મેથી 18 વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિઓને વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે. હાલ દેશાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન લાગી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધઝને કહ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો રસી લગાવવા માટે 24 એપ્રીલથી કોવિન એપ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શક્શે. 18 વર્ષથી વધુ ઉંમર વાળા લોકો માટે 1 મેથી વેક્સીનેશન શરૂ થશે.

રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું

રજીસ્ટ્રેશન કરાવવાની ત્રણ રીત છે. આપ એડવાન્સમાં સેલ્ફ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તે ઉપરાંત ઓન દી સ્પૉટ જઈને રજીસ્ટર કરાવવાનો પણ વિકલ્પ છે. ત્રીજા વિકલ્પમાં સરકાર ખુદ વેક્સીન માટે તમારો સંપર્ક કરશે. ત્રણે રીત અંગે આપને થોડી વિગતે જાણકારી આપીએ છીએ.

એડવાન્સ સેલ્ફ રજીસ્ટ્રેશનમાં જો તમે રસીકરણના યોગ્ય છો તો Co-WIN એપ ડાઉનલોડ કરી ખુદને રજીસ્ટર કરી શકો છો. આ ઉપરાંત આરોગ્ય સેતુ એપ પર પણ રજીસ્ટ્રેશન થઈ શકે છે. કોવીન ની વેબસાઈટ cowin.gov.in પર પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તેની રીત આ પ્રકારે છે.
એપ અથવા વેબસાઈટ પર જાઓ, પોતાનો મોબાઈલ નંબર એન્ટર કરો અને એક ઓટીપી તમારા મોબાઈલ પર આવશે. તે ઓટીપીની મદદથી તમે અહીં તમારું  એકાઉન્ટ બનાવો. જેમાં તમારા નામ, ઉંમર, લીંગ, ઓળખ પત્ર અલોડ કરવાનું. તે તમામ વિગતો આપવી પડશે. જો તમારી ઉંમર 45થી વધુ છે અને કો મોર્બિડિટી છે તો તેનું સર્ટીફિકેટ અપલોડ કરો અને રસીકરણ કેન્દ્ર તથા તેની તારીખ સિલેક્ટ કરો. મોબાઈલ નંબર દ્વારા 4 એપોઈન્ટમેન્ટ્સ પણ આપવામાં આવી શકે છે.
સીનિયર સિટીઝન્સ (60+ ઉંમર વાળા)ના માટે ફોનથી રજીસ્ટ્રેશનનો વિકલ્પ છે. તેના માટે આપે કોલ સેંટરનો નંબર 1507 ડાયલ કરવાનો રહેશે.

ઓન સાઈટ રજીસ્ટ્રેશનઃ જો આપ સેલ્ફ-રજીસ્ટર નથી કરાવવા માગતા તો નજીકના કોવીડ રસીકરણ સેન્ટર પર જઈ શકો છો. ત્યાં આપ પોતાની જાતે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. એક યોગ્ય કાયદેસરનું ઓળખપત્ર અને કો-મોર્બિડિટીનું સર્ટિફિકેટ (જો લાગુ પડે છે તો) લઈ જવાનું રહેશે.

ફેસિલેટેડ રજીસ્ટ્રેશનઃ આ રીત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર માટે છે. ટાર્ગેટ ગ્રુપ્સના રસી કરણની તારીખ નક્કી કરવામાં આવશે. સ્વાસ્થ્ય અધિકારી પોતાની તરફથી પ્રયત્નો કરશે કે તમામ ટાર્ગેટ ગ્રુપ્સને કેન્દ્ર સુધી લાવવામાં આવે. તેના માટે ASHA, ANM, પંચાયતી રાજ અને મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપ્સને યૂઝ કરવામાં આવશે.

આપ કોઈ પણ રીતે રજીસ્ટ્રેશન કરાવો, રસીકરણથી પહેલા આપને ઓળખ પત્ર બતાવવું પડશે. સરકારે 12 પ્રકારના ઓળખ પત્રોને રસીકરણ માટે વેલીડ ગણ્યા છે. જેમાં આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાન કાર્ડ, હેલ્થ ઈન્સયોરન્સ સ્માર્ટ કાર્ડ, પેંશન ડોક્યૂમેન્ટ, બેન્ક-પોસ્ટ ઓફીસની પાસબુક, મનરેગા જોબ કાર્ડ, એમપી/એમએલએ/એમએલસીનું આઈડી કાર્ડ, સરકારી કર્મચારીઓનું સર્વિસ આઈ કાર્ડ, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અંતર્ગત જાહેર કરાયેલું સ્માર્ટ કાર્ડ.