મેરાન્યૂઝ નેટવર્ક.પઠાણકોટઃ પાકિસ્તાનના એફ-16 ફાઈટર પ્લેનને તોડી પાડનાર વિંગ કમાંડર અભિનંદન વર્તમાનની આખરે આકાશમાં વાપસી થઈ ગઈ છે. પાકિસ્તાનની કસ્ટડીમાંથી છૂટ્યાના છ મહિના બાદ સોમવારે તે જાંબાજ પાયલટએ વાયુસેનાના પ્રમુખ બીએસ ધનોઆ સાથે મિગ-21માં ઉડાન ભરી છે. બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પાક્સિતાની વિમાનોને ખદેડવા અને એફ-16 જેવા અત્યાધુનિક ફાઈટર પ્લેનને પાડી દેનાર અભિનંદનને સ્વતંત્રતા દિવસ પર વીર ચક્રથી સન્માનીત કરાયા હતા.

પઠાણકોટ એરબેસથી વિંગ કમાંડર અભિનંદને મિગ 21ના ટ્રેનર વર્ઝન સાથે આકાશમાં પોતાની વાપસી કરી હતી. મોટી વાત એ છે કે આ મહત્વના સમય પર તેમનો ઉત્સાહ વધારવા માટે વાયુસેના પ્રમુખ ધનોઆ પણ વિમાનમાં હાજર રહ્યા હતા. ધનોઆ પણ મિગ 21ના પાયલટ રહી ચુક્યા છે. તેમણે કારગિલ યુદ્ધના સમયે 17 સ્ક્વૈડ્રનની કમાન સંભાળતા આ વિમાન ઉડાવ્યું હતું.

બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ દરમિયાન અભિનંદન એક મોટો ચહેરો બની ગયા હતા. અભિનંદનના ભારત આવ્યા પછી તેમને ફરી વિમાન ઉડાવવા પર સસ્પેન્સ બની ગયું હતું. જોકે ત્યારે એરફોર્સ ચીફ ધનોઆએ સાફ કહ્યું હતું કે મેડિકલ ફિટનેસ બાદ અભિનંદન ફરી વિમાન ઉડાવશે. ગત મિહને આઈએએફ બેંગલુરુના ઈન્સ્ટીટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિનએ અભિનંદનને ફરી ઉડાન ભરવાની મંજુરી આપી દીધી હતી. આ મંજુરીથી પહેલા તેમની મેડિકલ તપાસ કરાઈ હતી તે તપાસ પુરી થઈ ગઈ છે.

યાદ રહે કે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40થી વધુ જવાન શહીદ થઈ ગયા હતા. જે પછી બાલાકોટ એર સ્ટ્રાઈક કરાઈ હતી. 27 ફેબ્રુઆરીએ ભારતીય સીમાંમાં ઘૂસી આવેલા પાકિસ્તાનના ફાઈટર પ્લેનને મિગ 21 દ્વારા પીછો કરી અભિનંદન એલઓસી પાર કરી ગયા હતા અને પાકિસ્તાની ફાઈટર પ્લેન એફ 16ને તોડી પાડ્યું હતું. આ દરમિયાન તેમનું પણ વિમાન ક્રેશ થઈ ગયું અને તે પેરાશૂટથી નીચે ઉતર્યા પરંતુ પાકિસ્તાનના કબ્જા વાળા કશ્મીરમાં ઉતર્યા. પાક સેનાએ તેમને પકડ્યા અને તે સમયે પણ તેમણે સાહસ દાખવ્યું હતું. તે પછી તેમને ભારત લવાયા હતા અને સ્વતંત્રતાદિવસે વીર ચક્રથી સન્માનીત કરાયા હતા.