મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : આજરોજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ધારાસભ્ય હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ અગ્રણી પ્રદીપસિંહ વાઘેલા સ્વ. અભય ભારદ્વાજના નિવાસ્થાને ભારદ્વાજ પરિવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા. અને નીતિન ભારદ્વાજ, અંશ અભયભાઈ ભારદ્વાજ તથા પરિવાર સમક્ષ શ્રદ્ધાસુમન વ્યક્ત કર્યા હતા. આ ટકે સાંસદ મોહન કુંડારિયા, ધનસુખ ભંડેરી, કમલેશ મીરાણી, ગોવિંદભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ અને લાખાભાઇ સાગઠીયા, વગેરે સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા.

ભારદ્વાજ પરિવાર સમક્ષ શ્રદ્ધા સુમન વ્યક્ત કરી રાજકોટ શહેર ભાજપના કાર્યાલય મંત્રી હરેશ જોશીના નિવાસ્થાને ઉપરોક્ત અગ્રણીઓ ગયા હતા. અને તેમના ભાઈના અવસાન અંગે તેમને પણ સાંત્વના પાઠવી હતી. બાદમાં 10.30 કલાકે ખાસ વિમાન દ્વારા સી. આર. પાટિલ ધારાસભ્ય હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ અગ્રણી પ્રદીપસિંહ વાઘેલા અમદાવાદ જવા રવાના થયા હતા.