મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ ગુજરાતની વઘુ એક હોસ્પિટલ વડોદરાની SSG હોસ્પીટલના Covid-19 ના દદીઁઓને જ્યા રાખવામાં આવ્યા હતા તે ICU વોર્ડમાં આજે આગની ઘટના બની હતી. ગુજરાતમાં અગાઉ પણ ઘણી બઘી હોસ્પિટલોમાં આ પ્રકારની આગની ઘટનાઓ ઘણીવાર બની ચુકી છે. આ સંદર્ભે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રવક્તા યોગેશ જાદવાણીએ કહ્યું કે, ભાજપના નેતાઓની અને તંત્રની મીલીભગત અને મહેરબાનીથી ફાયરસેફ્ટી અને NOC વગર ચાલતી આ પ્રકારની હોસ્પીટલો જીવતા બોમ્બ સમાન છે. આમ આદમી પાટીઁ આ બાબતે આ બાબતમાં ઘણીવાર આદોંલન કરી ચુકી છે ને અમદાવાદની આગ હોસ્પીટલમાં આગ લાગેલી કે બાબતે ઉગ્ર લડત આપી હોસ્પીટલ સચાંલક સામે એફ.આર.આઇ નોઘાવા સુઘીની લડત ચલાવી હતી. તેમણે આ ઉપરાંત એવો પણ સવાલ ઊઠાવ્યો હતો કે ભાજપના નેતાઓએ સરકારી હોસ્પિટલમાં દાખલ થઈને લોકો સામે ઉદાહરણ પુરુ પાડવું જોઈએ, તેઓ કેમ સરકારી હોસ્પિટલમાં દાખલ થતા નથી.

તેમણે ઉમેર્યું કે, બોમ્બ સમાન ચાલતી હોસ્પિટલ પાછળ આરોગ્ય મંત્રી પણ સીઘા જવાબદાર છે. આ પ્રકારની ઘટનાઓથી શરમાઇને ગુજરાતના આરોગ્ય મંત્રીએ રાજીનામુ આપી દેવું જોઇએ તેવી આમ આદમી પાટીઁ માંગણી કરે છે. તેમજ હોસ્પીટલમાં ફાયર સેફટી છે કે નહીં હોસ્પીટલને ફાયર સેફ્ટીનુ NOC મળેલુ છે કે નહીં તેની સંપુર્ણ અને તટસ્થ તપાસ થવી જોઇએ અને તપાસ દરમ્યાન હોસ્પીટલના જે સંચાલકો કે તંત્રના અઘીકારી દોષીત જણાય તેના પર સખત અને કડક કાર્યવાહી થવી જોઇએ તેવી આમ આદમી પાટીઁ માંગણી કરે છે.