મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ આવી પહોંચ્યા હતા અને અહીં પત્રકારોના સવાલોના જવાબો આપ્યા હતા. જે સાથે પત્રકાર ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા. આ દરમિયાન પત્રકારે કેજરીવાલને સવાલ કર્યો હતો કે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે બે મુખ્ય ચહેરા છે એક છે ગોપાલ ઈટાલિયા અને બીજો ચહેરો છે ઈશુદાન ગઢવીનો, તો તમે કયા ચહેરા સાથે ગુજરાતની 2022ની ચૂંટણી લડશો.

ગુજરાતમાં હાલમાં જ કોરોનાના કેસ ઘટવા લાગ્યા અને લોકોને હાંશકારો થયો છે ત્યારે આગામી 2022ની ચૂંટણીના બ્યૂગલ લગભગ દરેક રાજકીય પાર્ટીઓએ ફૂંકી દીધા છે. ઠેરઠેર મિટિંગ્સ અને ચર્ચાઓ દોડી છે ત્યારે આમ આદમી પાર્ટીએ પણ રાજકીય ગરમાવો આપી દીધો છે. થોડા જ દિવસો પહેલા પાટીદાર આગેવાનો ભેગા થયા અને હવે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ ભેગા થયા છે. કેજરીવાલે આ સવાલ પહેલા એવું પણ કહ્યું હતું કે ઈસુદાન તો ગુજરાતના કેજરીવાલ છે. જનતા ખુબ પ્રેમ કરે છે.

Advertisement


 

 

 

 

 

આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકારો સાથે વાતચિત કરી હતી. તેમણે ગુજરાતના ભાવી અંગે વાતચિત કરી હતી. જોકે પત્રકારે એવો સવાલ પણ કર્યો હતો કે, હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે બે મુખ્ય ચહેરા છે એક છે ગોપાલ ઈટાલિયા અને બીજો ચહેરો છે ઈશુદાન ગઢવીનો, તો તમે કયા ચહેરા સાથે ગુજરાતની 2022ની ચૂંટણી લડશો? તો કેજરીવાલે તુરંત જવાબ આપ્યો કે અમે જનતાના ચહેરા સાથે લડીશું. તેમણે આટલા જવાબમાં એક સૂચક જાણકારી હતી કે આપ આગામી ચૂંટણીમાં લોકોના મુદ્દાઓ સાથે ઉતરશે અને કોઈ ચહેરાની રાજનીતિમાં પડવા માગતું નથી. ઈશુદાન ગઢવીએ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાતા પોતે કેમ રાજકારણમાં પગલા માંડ્યા તેનો ખુલાસો કર્યો હતો.

ઈશુદાન ગઢવીએ કહ્યું કે, જનતાનું મારે ઋણ ચુકવવું હતું. પછી મેં વિચાર્યું કે નિર્ણય શક્તી તો રાજકારણમાં જ છે. જેથી જો આપણે વિચારીએ કે ભ્રષ્ટાચારની વાત કરીએ કે કોઈપણ સમસ્યાની વાત કરીએ પણ નિર્ણય શક્તિ તો રાજકારણમાં જ હતી. જેથી મેં રાજકારણમાં આવવાનું વિચાર્યું. મને લાગે છે કે લોકો સમજી શક્શે. મારે કાંઈક કરવું પડશે માત્ર એટલી જ વાત હતી અને મને ઘણી પીડા થતી હતી કે આપણે તો જાણકારી આપીએ પણ લોકોની પીડા તો રાજકારણ જ કરે અને સિસ્ટમની ગંદકી સાફ કરવા રાજકારણમાં ઉતરવું જ પડે. તેથી મેં આ પગલું લીધું છે. ગુજરાત ઈતિહાસ બદલવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, લાખોમાં નોટાના વોટ પડતા હતા. કોંગ્રેસ નકામી થઈ ગઈ અને ભાજપ જે નિર્ણય કરે તે માનવો પડતો. મારો સ્વાર્થ માટે નિર્ણય હોઈ ન શકે.