મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પશ્ચિમ વિહાર વેસ્ટના પીરાગઢી વિસ્તારમાં હેવાનિયતનો શિકાર બેનેલી 13 વર્ષની માસૂમ બાળાને મળવા એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા છે. આ દરમિયાન તબીબોની ટીમ સાથે બાળકીની કંડીશન અંગે વાત કરી છે, સાથે જ પરિવારજનોને સંભવ મદદ કરવાના વિશ્વાસ સાથે દસ લાખ રૂપિયાની સહાયનું એલાન કર્યું છે. કેજરીવાલે કહ્યું કે માસૂમની હાલત ખુબ ગંભીર બનેલી છે આવનારા 48 કલાક તેના માટે ખુબ મહત્વના છે.

કેજરીવાલે પત્રકારો સાથે વાતચિત કરતાં કહ્યું કે મેં પોલીસ કમિશનર સાથે વાતચિત કરી છે. પોલીસને આરોપીઓને પકડવાના નિર્દેશ આપી દીધા છે. સરકાર આરોપીઓને સખ્તથી સખ્ત સજા સુનિશ્ચિત થાય તેવા પ્રયાસો કરશે. સરકારે તેમના પરિવારના સદસ્યોને દસ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, દોષિતોને સખ્ત સજા મળે તે માટે દિલ્હી સરકાર મોટાથી મોટા વકીલને ઊભા રાખશે. બીજી તરફ દિલ્હીમાં વધી રહેલા ક્રાઈમને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓએ એઈમ્સ બહાર કેજરીવાલનો ઘેરાવ કર્યો હતો. કોંગ્રેસના વિરોધ વચ્ચે કેજરીવાલ એઈમ્સ પરિસરમાં ગયા અને બાળકી તથા પરિજનો સાથે મુલાકાત કરી હતી.

ભાજપના નેતા અને સાંસદ ગૌતમ ગંભીરએ 12 વર્ષની માસૂમ બાળા સાથે થયેલી હેવાનીયત સામે રોષ પ્રગટ કરતાં કહ્યું કે, તે જે લોકોએ 12 વર્ષની બાળા સાથે હેવાનીયત કરી છે, તેમના માટે મોતથી ઓછી કોઈ સજા નથી. સાથે જ ગંભીરએ પીડિતાના સ્વસ્થ થવાની કામના કરી છે તથા તેને જલ્દી જ ન્યાય મળે તેવી માગ કરી છે.

શું બની ઘટના

આપને જણાવી દઈએ કે પશ્ચિમ વિહાર વેસ્ટના પીરાગઢી વિસ્તારમાં એક માસૂમ 13 વર્ષની બાળકી સાથે શૈતાનોને પણ શરમાવે તેવી ઘટના ઘટી છે. બાળકી રૂમમાં એકલી હતી. તે દરમિયાન તેની સાથે હેવાનીયત થઈ હતી. વિરોધ કરવા પર ન ફક્ત તેના માથા અને શરીરને કાતરથી કોચી નાખ્યું, પણ અંદેશો છે કે નિર્ભયા જેવી ઘટનાને અંજામ પણ આપ્યો હતો.

લોહીમાં નવાઈ ગયેલી બાળકીને મરેલી સમજીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બાળકી સાથે શું થઈ ગયું હશે, તેનો અંદાજ લગાવી શકો છો કે તે ઘણા સમય સુધી બેસુદ હાલતમાં રૂમમાં સિસ્કારીઓ ભરી રહી હતી. તે પછી જેમ તેમ તે રૂમમાંથી ઢસળાતી બહાર આવી અને પડોશીનો દરવાજો ખટખટાવ્યો અને તેણે ઈશારાથી પોતાની હાલત કહેવા ગઈ ત્યાં તે બેભાન થઈ ગઈ. તેને ગુપ્ત અંગો પર સતત લોહી વહી રહ્યું હતું. બાળકીની હાલત જોઈને પડોશી પણ ડરી ગયા તુરંત તેમણે આ બાબતની સૂચના પોલીસને આપી હતી.

મહિલા પંચએ પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા

દિલ્હી મહિલા પંચની અધ્યક્ષ સ્વાતિ માલીવાલએ બે દિવસ પહેલા દિલ્હીમાં એક દીકરી સાથે કથિત રીતે શારિરીક ઉત્પીડન કરનાર આરોપીઓની ધરપકડમાં કથિત રીતે મોડું થવાને લઈને પોલીસ પર સવાલ ઉઠાવ્યા હતા. પોલીસે કહ્યું હતું કે 13 વર્ષિય બાળા પર મંગળવારે સાંજે વિહાર વિસ્તારમાં તેના ઘર પર કોઈ ધારદાર હથિયારથી હુમલો થયો હતો. માલીવાલે ગુરુાવારે એઈમ્સમાં બાળકી સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે બાળકીની હાલત ખુબ ગંભીર હતી અને તબીબો કહી રહ્યા હતા કે તેમને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તે બચી શક્શે કે નહીં.

માલીવાલે કહ્યું કે, 'આ છોકરીના શરીરમાં અસ્થિભંગ અને ઉઝરડા છે. તેના શરીરના દરેક ભાગ પર ઉઝરડા છે તે હદે નિર્દયતાથી મારવામાં આવી છે. "માલીવાલે કહ્યું કે હજી બે દિવસ થયા છે અને પોલીસે હજુ સુધી આરોપીની ધરપકડ કરી નથી. તેમણે કહ્યું, "હું ડીસીપીને તપાસ વિશે પૂછું છું." તેમણે પોલીસ પર સવાલો ઊભા કર્યા કે, "સીસીટીવી ફૂટેજની તપાસ થઈ છે?" અત્યાર સુધીમાં કેટલા નિવેદનો નોંધાયા છે? તે કેવી રીતે શક્ય છે કે હજુ પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી? ”માલીવાલે માંગ કરી કે આરોપીની ધરપકડ કરવામાં આવે અને તરત જ તેને મૃત્યુદંડની સજા આપવામાં આવે.