મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ હાલ ચૂંટણી અને કોરોના એક બીજાની વિરુદ્ધમાં ચાલી રહ્યા છે. જ્યાં કોરોના છે ત્યાં ચૂંટણી નથી અને જ્યાં ચૂંટણી છે ત્યાં શું ચાલે છે તેની સહુને જાણકારી પણ છે. જોકે ચૂંટણી દરમિયાનના રેલી અને અન્ય તાયફાઓએ ગુજરાતને કોરોનાની બીજી લહેરમાં જે ભરાવ્યું જે ભરાવ્યું કે હાલ હોસ્પિટલના બેડ પણ ખુટે તેવી સ્થિતિ છે. જોકે હાલ ગુજરાતમાં ઘણી પરીક્ષાઓ છે જે વિદ્યાર્થીઓનું ઘણા મોટી સંખ્યામાં લોકોનું ભાવી ઘડનારી પરીક્ષાઓ છે તે પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે પરંતુ ગણ્યા ગાંઠ્યા ઉમેદવારોના ભાવી નક્કી કરતી ચૂંટણીના ઢોલ વાગ્યા કરે છે.

ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે યોજાનારી ચૂંટણીને મુલત્વી રાખવાની અપીલ કરી છે. આ સંદર્ભમાં આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા પ્રેસ કોન્ફન્સના માધ્યમથી જાણકારી પણ આપવામાં આવશે. આ સાથે જ તેઓ પોતાના ડોર ટૂ ડોર પ્રચારના અનુભવો વ્યક્ત કરશે. તેઓ ચૂંટણી કેમ મુલતવી કરવી જરૂરી છે તેના કારણો અંતે પણ સ્પષ્ટતા કરવાના છે.

પાર્ટીનું કહેવું છે કે રાજ્ય ચૂંટણી પંચને ચૂંટણી 3 મહિના સુધી મુલતવી રાખવાની સત્તા હોય છે ત્યારે લોકોનું જીવન જોખમમાં મુકવું એ અયોગ્ય નિર્ણય છે.