દેવલ જાદવ (મેરાન્યૂઝ.મહેસાણા): આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં ઊંઝામાં ઉમિયા માતાના દર્શન કરીને જન સંવેદના મુલાકાતની યાત્રાના દ્વિતીય ચરણનો આરંભ કરે તે પહેલા જ મહેસાણા પોલીસ દ્વારા મહેસાણામાં દાખલ થતાં જ ટોલ નાકા પાસે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને પકડી લીધા હતા. આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા દ્વારા આ વાત પર નારાજગી વ્યકત કરવામાં આવી હતી.

Advertisement


 

 

 

 

 

આજે જન સંવેદના મુલાકાતની યાત્રાનું દ્વિતીય ચરણ શરૂ થવા જઇ રહ્યો હતું. તે પહેલાં જ આવી રીતે આપના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને પોલીસ દ્વારા પકડી લેતા આપના કાર્યકર્તાઓ અને નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આપના નેતા ઇસુદાન ગઢવી અને મહેશ સવાણી સહિત નેતાઓ કાર્યકરો સાથે ઉમિયા માતાના દર્શન કરીને મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.

આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી જણાવે છે કે, " આજે જન સંવેદના મુલાકાત અંતર્ગત અમે મહેસાણાના ચાર અલગ અલગ સ્થળોએ કાર્યક્રમ કરવાના હતા. જે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કાર્યક્ષેત્રમાં આવે છે. જેનાથી ડરીને ભાજપ દ્વારા આવા પગલાં લેવામાં આવી રહ્યા છે. ગોપાલભાઈને છ મહિના જૂના કોઈ કેસમાં પકડવામાં આવ્યા છે."