મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ અક્ષય કુમારની આગામી ફિલ્મ બેટલ ઓફ સરર્ગહી પર બનેલી છે જે ફિલ્મનું નામ કેસરી આપવામાં આવ્યું છે. આ ફિલ્મનું જ્યારે ફર્સ્ટ લૂક સામે આવ્યું ત્યારથી જ અક્ષય કુમારના ચાહકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ તેનું ટ્રેલર પણ લોન્ચ થયું છે. તેના ટ્રેલરે જેટલી ધૂમ મચાવી હતી તેમ તેના ગીતો પણ હાલ ઘણા ધૂમ મચાવી રહ્યા છે. જોકે કેસરી ફિલ્મનું તેરી મીટ્ટી ગીત જોતાં કદાચ એક તબક્કે રીતસર આંખો ભીની થઈ જાય તો ના નહીં. એક સિપાહીની જીંદગી અને માં ભોમની રક્ષા કરતા તેનું ઝનૂંન શું છે તે આ ફિલ્મમાં બખુબી કંડારવામાં આવ્યું હોય તેવું આપ તે ગીત જોતાં જ અનુભવી જશો, અહીં આ ગીત આપ જોઈ શકશો.