મેરાન્યૂઝ નેટવર્ક.યમુનાનગરઃ હરિયાણાના યમુનાનગરથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં એક યુવકે પોતાની મોંઘી દાટ બીએમડબ્લ્યૂ કારને ફક્ત એ માટે નદીમાં ફેંકી આવ્યો હતો કારણ કે તેને પિતાએ જેગુઆર કંપનીની કાર અપાવવાની ના પાડી દીધી હતી. ગામના કેટલાક લોકોએ કારને નદીમાં ડૂબતાં જોઈ જેથી તેમણે તેની જાણકારી પોલીસને આપી હતી. સ્થળ પર પહોંચેલી પોલીસ રેસ્ક્યૂની મદદથી કલાકોની જહેમત બાદ પોલીસે કાર બહાર કાઢી લીધી છે. સ્થાનીકોએ પણ પોલીસની ઘણી મદદ કરી.

પોલીસના જણાવ્યા મુજબ, પરિવારજનોએ કહ્યું છે કે તે યુવક માનસિક અસ્વસ્થ છે. તા પિતા પાસે જેગુઆર કંપનીની કાર અપાવવાની માગ કરી હતી. તેનું માનવું હતું કે બીએમડબ્લ્યૂ કાર તેના માટે નાની છે. જોકે પિતાએ જેગુઆર અપાવવાની ના પાડી દીધી હતી જેના કારણે તે ગુસ્સામાં આવી ગયો હતો અને તેણે આમ કર્યું હતું.