મેરાન્યૂઝ નેટવર્ક. મહીસાગર:  મહીસાગર જિલ્લાના વીરપુરના લિંબરવાડા ગામે એક ગોઝારી ઘટના ઘટી છે. આજે સવારે ગામના ખેડૂતો જયારે સીમમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક 15 વર્ષના કિશોરની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ જોવા મળી હતી. આ લાશે દેખા દેતા લોકોના ટોળેને ટોળા એકઠા થઈ ગયા હતા. વિદ્યાર્થીએ ગળેફાંસો ખાધો હોવાની જાણ થતા જ લોકોએ તેની ઓળખ કરી બતાવી હતી.

આ મૃતદેહ 15 વર્ષના  મિલન રાયભાણસિંહ  ઠાકોરનો હોવાનું ખૂલ્યું હતું. મિલન રાયભાણસિંહ  ઠાકોર 10માં ધોરણનો વિદ્યાર્થી છે. જોકે, આ મૃતદેહ મળી આવ્યા પછી પણ હત્યા હતી કે આત્મહત્યા તેનો ખુલાસો થયો નથી.પરિવારજનોને આ ઘટનાની જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રોકકળ મચાવી દીધી હતી. જુવાનજોધ દીકરાના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મૃતક મિલન રાયભાણસિંહ  ઠાકોર માથે ટોપી હતી અને તેણે બૂટ પણ પહેરેલા હતા. વસ્ત્રોમાં જ લટકી રહેલા મૃતદેહ પરથી હત્યા કે આત્મહત્યા તેનો ભેદ ઉકેલી શકાયો નહોતો.ઘટના બાદ મહીસાગરની વીરપુર પોલીસ ઘટના સ્થળે આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથધરી હતી. વીરપુર પોલીસના મતે પોસ્ટમોર્ટમ બાદ જ વિદ્યાર્થીની હત્યા થઈ છે કે નહીં તેનો ખુલાસો થઈ શકશે. 

હત્યા કે પછી આત્મહત્યાનુ રહસ્ય અકબંધ 

મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના લીંબરવાડા ગામની સીમમાં ૧૫ વર્ષીય યુવાન ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ગામમાં ચકચાર મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિરપુર તાલુકાના લીંમરવાડાના જમનાવત વિસ્તારનો મીલન રાયભન ઠાકોર નામનો યુવાનની લીંબરવાડા ગામની સીમમાં ઝાળ ઉપર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ધટનાની જાણ સ્થાનિક લોકો સવારે દુધ ભરવા જતાં હતાં તે દરમિયાન ઝાળ પર લટકતી લાશ જોઈને ગામના સરપંચ જાણ કરવામાં આવી હતી. જોકે સરપંચ દ્વારા વિરપુર પોલીસ સ્ટેશને જાણ કરી હતી. જોકે ધટનાના છ કલાક બાદ પોલીસ ધટના સ્થળે પોંહચી હતી અને લટકતી લાશને ગામના લોકોની મદદથી લાશને ઉતારી હતી. બાદમાં વિરપુર સી એચ સી ખાતે પીએમ કરવા માટે મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો. હાલતો મીલનની હત્યા થઈ છે કે આત્મહત્યા એ રહસ્ય અકબંધ છે પીએમ રીપોર્ટ આવ્યા પછીજ માલુમ પડશે.