હર્ષભાઈ 
તમને કયાં નામે સંબોધુ તેની મને ખબર નથી કારણ હજી હું અઢારની થઈ હતી અને દુનિયાને સમજુ તે પહેલા મારે દુનિયા છોડી દેવી પડી, મારે દુનિયા છોડવી ન્હોતી, મારે દુનિયાને માણવી હતી, પણ સાચુ કહુ હું ખુબ ડરી ગઈ હતી, મારી સાથે જે બન્યુ તે પહેલા મને લાગતુ હતું કે હું લડી Fight લઈશ કારણ મારી સાથે ઘણા બધા છે, પણ મારી સાથે જે બન્યુ તે પછી મને સતત ડર Scare લાગવા લાગ્યો, હું એકલી પડી ગઈ, હું જે સંસ્થામાં organization ચારિત્ર ઘડતર માટે આવી હતી તે સંસ્થાના સાથીઓ પણ મારી સાથે ઉભા રહ્યા નહીં તેવુ મને લાગી રહ્યુ હતું, દુનિયા છોડવાનો નિર્ણય ખોટો હતો તેની મને ત્યારે પણ ખબર હતી અને પણ ખબર છે, આપણને બધી જ ખબર હોય અને આપણી કઈ કરી શકીએ નહીં તેના કરતા મોટી લાચારી Helplessness કઈ હોઈ શકે ભાઈ Brother .

અરે ભાઈ હું તો મારી કેસ હીસ્ટ્રી History તમને લખવાનું જ ભુલી ગઈ, મારી જેમ તો તમને ગુજરાતની Gujarat અનેક બહેનો Sisters અને ભાઈ Brother પત્ર  લખતા Write Letter હશે રોજ તે પત્ર વાંચવા Read અને તેનો જવાબ આપવો અથવા તે અંગેની સુચના આપવી શકય પણ નથી, આમ તો દુષ્કર્મ Rape થાય પછી આપણે તેની ઓળખ Identity જાહેર કરતા નથી, પણ હવે દુનિયામાં નથી છતાં તમે કેતકી- માનસી- દેવકી કોઈ પણ નામ આપી શકો છો અખબારવાળા Media મારી જેવી છોકરીના નામ બદલી નાખે છે, પણ નામ બદલવાથી અમારી સાથે જે બન્યુ તે થોડુ ભુસી શકાય છે..હું મુળ નવસારીની Navsari છુ, મારા જીવનના Life અનેક પ્રશ્નો હતા, મેં જયારે વડોદરાની સંસ્થા Vadodara organization અંગે જાણ્યુ ત્યારે મને લાગ્યુ કે મારા જીવનના પ્રશ્નનો ઉત્તર મને મળશે એટલે હું વડોદરા Vadodara આવી, સાચુ કહુ તો સંસ્થા અને સંસ્થાના સાથીઓ મને ખુબ સારા લાગ્યા, પણ મારા પ્રારબ્ધના ગર્ભમાં શુ હતું તેની મને પણ ખબર ન્હોતી.

Advertisement


 

 

 

 

 

સંસ્કારી નગરી કહેવાતી નગરીમાં મારી ઉપર સામુહીક બળાત્કાર Gang rape થયો, શારિરીક પીડા કરતા માનસીક પીડા અસ્હય હતી, હું તે ઘટના પછી સંસ્થામાં organization પાછી ફરી, જયાં ઘણા બધા હતા, પણ તેમની નજરમાં જાણે હું અજાણી હોય તેવુ મને ભાસ્યા કરતુ હતું મને લાગ્યુ કે હું એકલી પડી ગઈ, મારી સાથે જે બન્યુ તેની સંસ્થામાં અનેકોને ખબર હતી પણ કોણ જાણે બધા ચુપ થઈ ગયા, હું મારા ઘરે વાત કરી શકુ એટલી હિમંત મારી અંદર ન્હોતી,  સંસ્થાના વડા સંજીવભાઈ જે અમને કાયમ લડવાનું Fight શીખવાડતા હતા કદાચ તે પણ કોઈ કારણે મારે માટે લડવા Fight તૈયાર ન્હોતા, હું હારી ગઈ અને મે વલસાડ Valsad માં ટ્રેનમાં Train મારા જીવનની તમામ વિટંબણાનો અંત આણવાનો નિર્ણય કર્યો મને ખબર છે મારુ કૃત્ય કાયરતાપુર્ણ હતું પણ શુ કરૂ.

ભાઈ Brother આજે હું તમારી વચ્ચે નથી તેનો , પણ મને ખબર છે હું નથી તેનો ફેર મારા ઘરના માણસો Family Members સિવાય કોઈને પડવાનો નથી, મેં તમને ભાઈ Brother  કહ્યા છે, આજે મારી ઘટનાને એક મહિનો Month થઈ ગયો, તમે અને તમારી પોલીસ Police છેલ્લાં એક મહિનાથી સંસ્કારી નગરીના અસંસ્કારીઓને શોધી રહી છે, પણ તેનો પત્તો તમને મળતો નથી, તમારા પ્રયત્ન અને ઈરાદામાં ખોટ છે તેવુ પણ કહેતી નથી, પણ અહિયા આવ્યા પછી પણ મારૂ મન સતત પેલી ઘટનામાં જ ભટકતુ રહે છે, હું મને ન્યાય Justice આપો તેવી માગણી Demand કરતી નથી કારણ ન્યાય-અન્યાયના Justice-injustice ત્રાજવા બધા માટે અલગ અલગ હોય છે ,  કારણ મારો કેસ હાઈ પ્રોફાઈલ High profile નથી  હું સામાન્ય ઘરની સામાન્ય છોકરી Normal Girl છુ સમય જતાં પોલીસ Police અને અખબારવાળા Media પણ આ ઘટના ભુલી જશે છતાં  હું કોઈ પણ છોકરીને Girl એકલી જતી જોઉ છુ ત્યારે મન ધબકારા ચુકી જાય છે  મને અહિયા પણ બીક Scare લાગે છે કયાંક મારી સાથે બન્યુ તેવુ તો તેમની સાથે બનશે નહીંને..

Advertisement


 

 

 

 

 

ભાઈ દોષ કોને આપુ તેની ખબર પડતી નથી પણ મારી સાથે બન્યુ તે પછી લાગે છે કદાચ દિકરી Girl તરીકે અવતાર લેવાનો જ આ દોષ હશે ખેર તેમા તમે અને હું કઈ કરી શકતા નથી, આપણા રામરાજયની Ramrajya વાતો તો વર્ષોથી કરીએ છીએ પણ આપણા મનમાં રહેલા રાવણને આપણે કાબુમાં લઈ શકતા નથી, મૃત્યુ પછી કઈ ગુમાવવાનો ડર અને મેળવાની લાલસા હોતી નથી એટલે તમારી પાસે કઈ માંગવુ પણ નથી, તમારી એક બહેન Sister તરીકે એટલી ઈચ્છા છે કે તમે ગુજરાતના ગૃહમંત્રી Gujarat HomeMinister છો ત્યારે તમે મને નહીં તમારી જાતને તેવુ વચન Promise આપજો કે મારી સાથે બન્યુ તેવુ તમારી બીજી કોઈ બહેન Sister સાથે નહીં, છેલ્લે મારી કોઈની સામે કોઈ ફરિયાદ Complaint નથી, તમારી પોલીસ Police, મારી સંસ્થા organization , મારા મિત્રો Friends અને મારા સગા Relatives બસ તમે ખુશ Happy અને સલામત Safe રહો એટલી જ અભિલાષા છે.

લીઃ તમને ભાઈ કહેવાનો અધિકાર રાખનારી તમારી બહેન

મેરાન્યૂઝની આપ સર્વેને વિનંતિ છે કે

[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. દરેક સ્થિતિ એક ગરમ દુધના ઉભરા સમાન હોય છે જે ચોક્કસ સમયે પાછી મૂળ સ્થિતિમાં આવે છે. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તેમને ફોન કરી મદદ માગી શકો છો.]