મેરાન્યૂઝ નેટવર્ક.ગોંડા: ગોંડા જીલ્લાના ઇટીઆથોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે રાત્રે મંદિરના પૂજારીની છાતીમાં ગોળી મારી હતી. ખરાબ રીતે ઘાયલ પૂજારીની હાલત નાજુક છે. પૂજારીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમની હાલત નાજુક હોવાનું જણાતાં ત્યાંથી તેમને લખનૌ રીફર કરાયા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના જમીનના વિવાદમાં કરવામાં આવી હતી. આ કેસમાં ચાર લોકો વિરુદ્ધ  કેસ દાખલ કરવામાં આવ્યોછે. પોલીસ હુમલો કરનારાઓની શોધ કરી રહી છે.

આ વિસ્તારમાં આવેલા તિરે મનોરમા મંદિરના 100 વીઘા જમીન પર બદમાશો ની નજર છે, જે લાંબા સમયથી ચાલતો વિવાદ હતો. મંદિરમાં મહંત સીતારામ દાસ અને છોટે બાબા ઉર્ફે સમ્રાટદાસ પૂજા કરે છે. શનિવારે રાત્રે બદમાશોએ છોટા બાબાની છાતીમાં ગોળી મારી હતી. આ બનાવથી હંગામો મચી ગયો હતો. આ કેસની માહિતી મળતાં પોલીસ અધિક્ષક શૈલેન્દ્ર પાંડેએ રાત્રે ત્રણ વાગ્યે ઘટના સ્થળે મુલાકાત લીધી હતી અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બીજી તરફ, આ હુમલામાં ઘાયલ નાના બાબાને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી લખનૌ રીફર કરાયા હતા.. જણાવી દઈએ  કે વિવાદને ધ્યાનમાં રાખીને, મંદિરના મહંત સીતારામ દાસને સશસ્ત્ર સુરક્ષા દળની સુવિધા આપવામાં આવી હતી, પરંતુ પુજારીની સુરક્ષા હેઠળ ફક્ત હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. ઇતિઆથોકનું આ મંદિર અયોધ્યાના તપસ્વી છાવણીથી સંચાલિત છે.