મેરાન્યૂઝ નેટવર્ક.ઉના:  ઉનાના નાળીયા માંડવી ગામે થોડા દિવસ પહેલાં ફાર્મ હાઉસમાં દીપડાએ બતક નો શિકાર કરી મિજબાની માણી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી મા કેદ થઈ હતી આ ફાર્મ હાઉસમાં પાલતુ શ્વાને બતક ને બચાવવા પ્રયાસો કર્યા હતા ત્યારે દરિયા કાંઠાના ગામમા ખુંખાર દીપડાની દહેશત થી ગામ લોકોમાં ભય જોવા મળી રહ્યો હતો ત્યારે વન વિભાગે દીપડાને પકડવા પાંજરૂ મુકેલ હતું તેમાં આજ વહેલી સવારે ખૂંખાર દીપડો પાંજરે પુરાયો હતો દિપડો પાંજરે પુરાતા ગામ લોકો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.