મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પાકિસ્તાનએ શનિવારે વિંગ કમાંડર અભિનંદનનો વધુ એક નવો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો તે વખતનો છે જ્યારે અભિનંદન પાકિસ્તાનમાં પડી ગયા હતા અને પાકિસ્તાની સેનાના સામે પોતાના અનુભવ કેમેરામાં શેર કર્યા હતા. વીડિયોમાં ઘણા કટ દેખાય છે જે સાફ કહે છે કે પાકિસ્તાન દ્વારા આ વીડિયોને જાહેર કરવા પાછળ ફક્ત પ્રોપગેંડાનો હેતુ છે. આ વીડિયોમાં કમાંડર બંને દેશોની સમાનતાની વાત કરતાં જોવા મળી રહ્યા છે. અમનની જરૂરતની વાત કરી રહ્યા છે. આ વીડિયો તેમની કૈપિવિટી દરમિયાનનો છે પરંતુ વિંગ કમાંડર અભિનંદન વગર ડરે પોતાની વાત કરી રહ્યા છે. એક ફૌજી તરીકે તે કહી રહ્યા છે કે તેમને નથી ખબર કે અમન કેવી રીતે આવે પરંતુ અમન આવવું જરૂરી છે. એક જગ્યાએ તે કશ્મીરને લઈને કહી રહ્યા છે કે ન તમને ખબર છે કે ત્યાં શું થઈ રહ્યું છે ન મને ખબર છે. સ્વાભાવીક છે કે પાકિસ્તાની કેદ અને દબાણ હોવા છતાં તેમણે સીધા શબ્દોમાં પોતાની વાત કરી છે.


 

 

 

 

 

આ અગાઉ પણ પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનનો એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં તેમણે પોતાના લડાકુ વિમાનના પતન પછીની પરિસ્થિતિ અને તે પછી પોતાની જાતને અપાયેલી સારવાર અંગે વાત કરી હતી. તે વીડિયોમાં અભિનંદને પાકિસ્તાનના દબાણ હોવા છતાં તેમને કંઈપણ કહેવાની સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

નોંધનીય છે કે, 26 ફેબ્રુઆરી 2019 ના રોજ ભારતીય વાયુસેનાના વિમાનોએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાહ ક્ષેત્રમાં બાલાકોટમાં સ્થિત જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ હવાઈ કાર્યવાહી 14 ફેબ્રુઆરી 2019 ના રોજ પુલવામા આતંકી હુમલા બાદ કરવામાં આવી હતી. વર્ધમાનનું વિમાન પડતાં પહેલાં તેમણે પાકિસ્તાનથી એફ -16 તોડી પાડ્યું હતું. પાકિસ્તાને તેમને 1 માર્ચે ભારતના હવાલે કર્યો હતો.