મેરાન્યૂઝ નેટવર્ક.કર્ણાટકઃ કર્ણાટકના ચામરાજનગરમાં એક દર્દનાક ઘટના બનવા પામી છે. અહીં એક વ્યક્તિએ રોડ વચ્ચે જ પોતાના પરિવારના ચાર સદસ્યોને ગોળી મારીને પોતાની જાતને પણ ગોળી મારી દીધી છે. આ ઘટના ગુંડલૂપેટ વિસ્તારમાં શુક્રવારે સવારે બની હતી. એક શખસે પહેલા પોતાના માતા-પિતાને, પછી પોતાની પત્ની અને દિકરાને ગોળી મારી દીધી અને પછી પોતે પણ પોતાની જાતને ગોળી મારી આત્મ હત્યા કરી લીધી છે. સ્થળ પર પાંચેય લોકોના મોત થઈ ગયા છે. સૂટના મેળવતા જ પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ અને તેમણે લાશોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી છે.

પોલીસે કહ્યું કે, ઘટના ઉટી રોડ પર થઈ છે. ઓમ પ્રકાશ નામના વ્યક્તિ મૈસુરનો રહેનાર હતો. તેણે પોતાના પરિવાર માટે મૈસુરથી લગભગ 60 કિમી દુર ગુંડલૂપેમાં નંદી લોજમાં એક રૂમ બુક કર્યો હતો. અહીં ગુરુવારે પોતાના પરિવાર સાથે તે પહોંચ્યો હતો. તેણે ત્યારે કહ્યું હતું કે તે પોતાના પરિવારને અહીં ફરવા માટે લાવ્યો છે.

શુક્રવારે તે લોજથી પોતાની માતા, પત્ની, પિતા અને દિકરા સાથે બહાર નિકળ્યો હતો. પાંચેય લોજથી લગભગ એકાદ કિલોમીટર એક ખાનગી શાળા પાસે પહોંચ્યા હતા. ત્યારે જ ત્યાં ઓમ પ્રકાશે અચાનક પોતાની રિવોલ્વરથી એક પછી એક ગોળીઓ ચલાવી ચારેય પરિવારજનોની હત્યા કરી દીધી. સવાર-સવારમાં રોડ વચ્ચે થયેલી આ ઘટનાને લોકો તો કાંઈ સમજી જ શક્યા નહીં.

ઓમ પ્રકાશે પોતાના માતા-પિતા, પત્ની અને દિકરાને ગોળી રી પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી. જાહેરમાં રોડ વચ્ચે થયેલી આ ફાયરિંગ બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. લોકોએ પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસ સ્થળ પર પહોંચી અને કાર્યવાહીના ભાગ રૂપે તમામની લાશોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી. જોકે આ હત્યાનું કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસે હાલ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે રિવોલ્વર પણ જપ્ત કરી છે.