મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસા લો કોલેજમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન કુપોષણ અંગે જાણકારી આપવામાં આવી હતી અને જાગૃતિ ફેલાવાનો પ્રયત્ન કર્યો હતો.

શ્રી મ.લા.ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ સંચાલિત એન.એસ.પટેલ લો કૉલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા યુનિવર્સિટીના આદેશાનુસાર પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુપોષણના વ્યાપ પર વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું. લૉ કૉલેજમાં યોજાયેલા પોષણ પખવાડિયા અંતર્ગત કાર્યક્રમમાં ન્યુટ્રીશન અંગે અગમ ફાઉન્ડેશનના અધ્યક્ષા હેતલ પંડ્યા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાન સાંભળવા માટે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આચાર્ય ડૉ. રાજેશ વ્યાસ, ડૉ. સોનિયા જોષી, વકીલ એમ.એ. ઇપ્રોલિયા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. ના પ્રોગ્રામ ઓફિસર પ્રો. ડૉ. અલ્પાબેન ભટ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું.