મેરાન્યૂઝ નેટવર્ક.વિશાખાપટ્ટનમઃ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી મોટી દુર્ઘટનાની જાણકારીઓ મળી રહી છે, વિશાખાપટ્ટનમના હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડમાં એક ક્રેન પડી જવાને કારમે 9 લોકોના મોત થઈ ગયા છે. વધુ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ હોવાનું કહેવાય છે. ઘટનાની જાણકારી આપતા ડીસીપી સુરેશ બાબુએ કહ્યું કે હિન્દુસ્તાનના શિપયાર્ડમાં ક્રેન પડી જવાને કારણે તે દૂર્ઘટના બની છે. તેમાં 9 લોકોના  મોત થયા હોવાની વિગતો મળી રહી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જ્યાં એક મોટી ક્રેન પડતાં દેખાઈ રહી છે.

વીડિયોને શિપયાર્ડના બીજા ભાગથી બનાવવામાં આવ્યો છે અહીં ક્રેનના આજુબાજુ બીજા પણ લોકો હતા અને બીજી પણ ક્રેન નજરે પડી રહી છે. ક્રેન પડતાં જ ત્યાં અફરાતફરી મચી જાય છે.