મેરાન્યૂઝ નેટવર્ક.કાબુલઃ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીના પિતરાઈ ભાઈને દેશની રાજધાની કાબુલમાં તેમના ઘરમાં જ ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. અફ્ઘાનિસ્તાન મીડિયાના અનુસાર રાષ્ટ્રપતિના પિતરાઈ ભાઈ પર હુમલો કરનારાઓએ કથિત હુમલાખોરો કાબુલ શહેરના પીડી 6માં પોતાના ઘરના અંદર રિશદ અહમદજઈની હત્યા કરી દીધી છે.

આ ઘટના શુક્રવારે રાત્રે થઈ હતી જ્યારે સશસ્ત્ર બંદૂકધારીઓ કાબુલ શહેરના પીડી 6માં તેમના નિવાસ સ્તાનમાં ઘૂસ્યા હતા. તે શખ્સોએ તેમને ઘરમાં ઘૂસીને તેમની હત્યા કરી દીધી હતી. આ ઘટના પછી હત્યારાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હાલ હત્યારાઓની શોધખોળ થઈ રહી છે. સાથે જ આ હત્યા કેમ કરવામાં આવી હતી તે અંગે પણ તપાસ કરાઈ રહી છે.