મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઇ: મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની મુશ્કેલીઓ વધી રહી છે. 100 કરોડની વસૂલાત બાદ હવે તેની સામે 15 કરોડ રૂપિયાની માંગવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પૂર્વ પોલીસ કમિશનર સામે મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે. એક ઉદ્યોગપતિએ આઠ લોકો સામે એફઆઈઆર નોંધાવી છે. જેમાં 6 પોલીસ અધિકારીઓ પણ શામેલ છે. અન્ય બે લોકો પણ છે. જેની ધરપકડ કરવામાં આવી છે.

15 કરોડની લાંચ માંગવાનો આરોપ 

જે બિલ્ડરે કેસ દાખલ કર્યો છે તેનો આરોપ છે કે તેમની સામે નોંધાયેલા કેટલાક કેસો અને ફરિયાદોનો નિકાલ કરવાના બદલામાં તેમની પાસેથી રૂ .15 કરોડની માંગ કરવામાં આવી હતી. જે પોલીસ અધિકારીઓના નામ ફરિયાદમાં છે તેમાંના એક મુંબઇ પોલીસના ક્રાઈમ બ્રાંચ યુનિટમાં ડીસીપી છે. જ્યારે અન્ય પોલીસકર્મીઓ ક્રાઈમબ્રાંચના જુદા જુદા એકમોમાં ઇન્સ્પેક્ટરના હોદ્દા પર પોસ્ટ છે. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ અધિકારી આ કેસથી સંબંધિત અન્ય અધિકારીઓની ટૂંક સમયમાં પૂછપરછ કરશે.

Advertisement


 

 

 

 

 

પરમબીરસિંહે અનિલ દેશમુખ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા

જણાવી દઈએ કે પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ઉપર 100 કરોડની વસૂલાત માટે ગંભીર આરોપ લગાવ્યા હતા. આ કેસ બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવ્યો હતો. આ આરોપ બાદ અનિલ દેશમુખે ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. તે જ સમયે, પરમબીરસિંહે પણ ખુરશી ગુમાવી હતી. 100 કરોડની વસૂલાતનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જોકે, ટોચની કોર્ટે હાઈકોર્ટમાં ખસેડવાનું કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.