મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લીજીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ભારતનો સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી) અને સીપીએમ (એમ.એલ) અરવલ્લી-સાબરકાંઠા જીલ્લા સમિતિએ લાલ વાવટા સાથે આદિવાસીઓના હક્ક અધિકારો માટે મહારેલી યોજી જીલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકને આવેદનપત્ર આપી આદિવાસી સમાજના હક્કો માટે ન્યાયની માંગ કરી હતી.

ભારતનો સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી) અને સીપીએમ (એમ.એલ) અરવલ્લી જીલ્લાના ડાહ્યાભાઈ જાદવ ની અધ્યક્ષતા હેઠળ જીલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાની સરકાર દેશમાં ખાનગીકરણ ને મહત્વ આપી રહી છે દેશના તમામ જાહેર સાહસો વેચવા કાઢ્યા છે જંગલો ખાનગી કંપનીઓને પધરાવી દેવા સરકાર પેરવી કરી રહી છે આદિવાસીઓના ૧૯૨૭ માં મળેલા જળ,જમીન અને જંગલના હક્ક અધિકારોને છીનવી લેવા માટે નવો “ભારતીય વન કાનૂન-૨૦૧૯” લાવવાનો વિચારી રહી છે કાયદાનો ડ્રાફ્ટ રાજ્ય સરકારોને મોકલી આપ્યો છે અને કાનૂનની ચર્ચા કરવા પણ સરકાર તક અપાતી નથી .

“ભારતીય વન કાનૂન-૨૦૧૯” અધિનિયમન થી આદિવાસીઓ પર કાનૂની જુલમો વધી જશે અને કાયદાથી આદિવાસી સમાજ જંગલમાંથી વન્યપેદાશ કે ઢોર પણ ચરાવી નહિ શકે સહીત દંડ અને જેલની જોગવાઈ હોવાથી અને જંગલમાંથી ખદેડી મુકાશે તથા આદિવાસી સમાજના હક્ક છીનવતા ૨૦ લાખથી વધુ આદિવાસી સમાજના લોકોને નુકશાન જશે જેથી આ કાળા કાયદાનો વિરોધ કરી આદિવાસી સમાજમાં હિત અને હકોનું રક્ષણ કરવા ની માંગ કરી હતી.