મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં અમિત શાહની મુલાકાતના થોડા જ દિવસોમાં આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજકોટ, અમદાવાદ, સુરત સહિત કમિશ્નરની બદલી ઉપરાંત અન્ય અધિકારીઓની બદલીઓની કેટલીક વિગતો અહીં દર્શાવાઈ છે.

- ભાવનગરના કલેક્ટર હર્ષદ કુમાર પટેલની બદલી. સેટલમેન્ટ કમિશનર અને જમીન સુધારણામાં મૂકાયા.
- સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારાસનની બદલી. GIDCના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે મૂકાયા.
- ગોધરાના કલેક્ટર ઉદિત અગ્રવાલની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી.
- રાહત કમિશનર મનોજ કોઠારીની મધ્ય ગુજરાત વીજ કંપની લી.નાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક.
- મોરબી કલેક્ટર આર.જે. માકડિયાની બદલી. રેવન્યૂ ઇન્સ્પેકશન કમિશનર તરીકે મૂકાયા.
- રાજકોટ કલેક્ટર રાહુલ ગુપ્તાની બદલી, રેમ્યા મોહન બન્યાં રાજકોટનાં નવા કલેક્ટર.
- આરોગ્ય કમિશનર ડૉ. જયંતિ રવિ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં મૂકાયા.
- સંગીતા સિંઘ (અધિક મુખ્ય સચિવ), સામાન્ય વહીવટ વિભાગમાંથી બદલી કરીને ગૃહ વિભાગમાં મૂકાયાં.
- અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર (આરોગ્ય અને પરિવાર કલ્યાણ)ની બદલી. ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં મૂકાયા.
- પોરબંદર કલેક્ટર એમ.એ. પંડ્યાની ગાંધીનગર ખાતે મીડ-ડે મીલ કમિશનર તરીકે બદલી.
- તાપી-વ્યારાના કલેક્ટર આર.એસ. નિનામાની બદલી ડેવલેપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત, ગાંધીનગર ખાતે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે બદલી.
- ઠાસરાના આસિસ્ટન્ટ કલેક્ટર અર્પિત સાગરની વલસાડના ડીડીઓ તરીકે નિમણૂંક.
- અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશનનાં ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર રાકેશ શંકરની બદલી. ગુજરાત અર્બન ડેવલેપમેન્ટ મિશનમાં એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે મૂકાયા.
- મધ્ય ગુજરાત વીજ કંપની લી.ના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ મંજુની બદલી. વાહનવ્યવહાર કમિશનર તરીકે મૂકાયા.
- ધોલેરા સર પ્રોજેક્ટનાં સીઇઓ જય પ્રકાશ શિવહરેની બદલી. આરોગ્ય વિભાગના કમિશનર તરીકે મૂકાયા.
- જમીન સુધારણા કમિશનર હારિત શુક્લાની સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ તરીકે બદલી.
- સાયન્સ અને ટેકનોલોજી વિભાગનાં સચિવ ધનંજય દ્વિવેદીની બદલી. નર્મદા, જળસંપતિ અને કલ્પસર વિભાગના સચિવ તરીકે મૂકાયા.
- GADના સંગીતા સિંઘને હોમ ડિપાર્ટમેન્ટમા મૂકાયા, જે.પી. ગુપ્તાને ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે નિમણૂક અપાઇ, પૂનમચંદ પરમારને એગ્રીકલ્ચર, ફાર્મર ડિપાર્ટમેન્ટના ACS તરીકે નિમણૂક અપાઇ

- પુનમચંદ પરમાર, એડી. ચીફ સેક્રેટરી (હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર)ને એગ્રીકલ્ચર, ફાર્મર્સ વેલ્ફેર એન્ડ કોર્પોરેશન વિભાગમાં સંજય પ્રસાદના સ્થાને મુકાયા છે.
- ઉર્જા વિકાસ નિગમ, વડોદરાના એમડી પંકજ જોશીને એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવાયા છે