મેરાન્યૂઝ નેટવર્ક, ન્યુજર્સી:  અમેરિકાનાં  ન્યુજર્સી ખાતે આવેલ સ્વામીનારાયણ મંદિર લોયાધામમાં ૨૧ જુલાઇથી ઘનશ્યામ મહારાજના પાંચમા પાટોત્સવ નિમિત્તે તથા દાદા ગુરૂજી નંદકિશોરદાસજી સ્વામીની સ્મૃતિમાં પંચાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ મહોત્સવ ૨૭ જુલાઇ સુધી ચાલશે. જેમાં ગુરૂજી ઘનશ્યામપ્રકાશદાસજી સહિત સંતો ઉપસ્થિત રહ્યાં છે.

મહોત્સવ દરમિયાન આકર્ષક ફ્લોટ્સમાં ભવ્ય નગર જળયાત્રા,  ઘનશ્યામ મહારાજનો દિવ્ય અભિષેક, કથાવાર્તા, ૨૬ જુલાઇના રોજ  બર્થ ડે, દાદા ગુરુજી સહિત સમગ્ર પરંપરાનું વિશેષ પુજન, સંતોનું પુજન, મેડિકલ કેમ્પ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યુ છે. જેમાં અમેરિકાના વિવિધ રાજ્યો તથા, ભારત, લંડન, કેનેડા, આસ્ટ્રેલિયાથી મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે.