મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવગઠિત સરકારમાં 51 મંત્રી કરોડપતિ છે. તેમાં સૌથી વધુ અમીર અકાલી દળની હરસિમરત કૌર બાદલ છે, જેમની સંપત્તિ 217 કરોડ રૂપિયા છે. નેશનલ ઈલેક્શન વૉચ અને અસોશિયેશન ફોર ડેમોક્રેડીક રિફોર્મસને આ જાણકારી આપી છે. હરસિમરતના પછી રાજ્યસભા સાંસદ પીયૂષ ગોયલની સંપત્તિ 95 કરોડ છે. ગુરુગ્રામથી નિર્વાચિત રાવ ઈન્દ્રજીતસિંહ ત્રીજા ધનવાન મંત્રી છે અને તેમણે પોતાની 42 કરોડ રૂપિયા સંપત્તિ જાહેર કરી છે.

જે પછી ચૌથા નંબર પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરથી સાંસદ તરીકે ચૂંટાયેલા અમિત શાહ આવે છે. જેમની જાહેર કરાયેલી સંપત્તિ 40 કરોડ રૂપિયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ લીસ્ટના 46મા નંબર પર છે., જેમની પાસે રૂ. 2 કરોડની સંપત્તિ છે. અંદાજીત 10 મંત્રીઓ પાસે મોદીથી ઓછી સંપત્તિ છે. તેમાં બીકાનેરથી સાંસદ અર્જુન રામ મેઘવાલ, મધ્યપ્રદેશના મોરનિયાથી સાંસદ બનેલા નરેન્દ્ર સિંહ તોમર પણ શામેલ છે. જેમને અંદાજીત બે કરોડ આસપાસની સંપત્તિ જાહેર કરી હતી.

મુજફ્ફરનગરથી સાંસદ સંજીવ કુમાર બાલિયાન, અરુણાચલ પશ્ચિમથી સાંસદ કિરણ રિજીજૂ અને ઉત્તર પ્રદેશના ફતેહપુરથી સાંસદ સાધ્વી નિરંજન જ્યોતીએ પોતાની સંપત્તિ 1 કરોડ આસપાસ દર્શાવી છે. જે મંત્રી કરોડપતિ નથી, તેમાં બંગાળની રાયગંજ બેઠકના સાંસદ દેવાશ્રી ચૌધરી (61 લાખ), આસામથી ડિબ્રુગઢથી સાંસદ રામેશ્વર તેલી (43 લાખ), કેરળથી સાંસદ વી. મુરલીધરણ (27 લાખ), રાજસ્થાનના બાડમેરથી સાંસદ કૈલાશ ચૌધરી (24 લાખ) અને ઓડિશાના બાલાસોરથી સાંસદ બનેલા પ્રતાપ ચંદ્ર સારંગી (13 લાખ)નું નામ શામેલ છે.