મેરાન્યૂઝ નેટવર્ક.જાલોર: રાજસ્થાનના જાલોરમાં રાણીવાડાના ગરમ રેતી પર માસૂમ જીવન તરસથી તડપી-તડપી ને મરી ગયું. તેની દાદી મૃત બાળકીની બાજુમાં બેભાન અવસ્થામાં મળી હતી. અધિકારીઓએ પાંચ વર્ષની બાળકીના મોતને માટે ડિહાઇડ્રેશન જવાબદાર ગણાવ્યું છે. બાળકી અને તેની દાદી આકરા તાપમાં તેમના ઘરથી લગભગ 10 કિમી દૂર  અંતરે આવેલા બીજા ગામમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન તેણે સળગતી ગરમી અને ભેજ સાથે સંઘર્ષ કરવો પડ્યો. હીટ સ્ટ્રોકને કારણે બાળકીનું મોત નીપજ્યું હતું. જ્યારે બેભાન અવસ્થામાં પડેલી વૃદ્ધ દાદી ત્યાંથી પસાર થતા એક ભરવાડને મળી આવી હતી. ભરવાડએ ગામના વડાને જાણ કરતાં જિલ્લા અધિકારીઓને બોલાવાયા હતા. પોલીસે પણ  બાળકીના મોતનું કારણ ડીહાઇડ્રેશનને ગણાવ્યો છે.

આ કેસ સાથે સંકળાયેલા પોલીસ અધિકારી પદ્મરામ રાણાએ જણાવ્યું હતું કે, વૃદ્ધ મહિલા અને તેની પૌત્રી તેમની સાથે પાણી લઈ જતા ન હતા અને આ તેમની મૃત્યુનું કારણ હોવાનું જણાય છે.

વૃદ્ધ મહિલા સુખીની હાલ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને વહીવટીતંત્રનું કહેવું છે કે તેમને માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો પણ દેખાય છે. જિલ્લા કલેકટર નમ્રતાએ જણાવ્યું હતું કે, વહીવટીતંત્રની તપાસમાં બહાર આવ્યું છે કે બાળકી તેની દાદી સાથે એકલી રહેતી હતી.

તેમણે કહ્યું "બાળકીની માતાએ થોડા વર્ષો પહેલા ફરીથી લગ્ન કરવા માટે પરિવાર છોડી દીધો હતો. સુખી એન.એફ.એસ.એ લાભાર્થી છે પરંતુ તેણે હવે થોડા મહિનાથી મફત રેશન લીધું નથી." તેમણે કહ્યું, "સ્થાનિક લોકો કહે છે કે બાળકી અને તેની દાદી ખોરાકની ભીખ માંગતા હતા અને કેટલીક વાર પડોશીઓ તેમને ખોરાકમાં મદદ કરતા હતા.

મહિલાના સંબંધીનો સંપર્ક કરવામાં આવ્યો છે અને જિલ્લા વહીવટી તેના પુનર્વસન માટે કામ કરી રહી છે.

કેન્દ્રીય જલ શક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે મંગળવારે પાંચ વર્ષની બાળકીના મોત મામલે કેન્દ્રની જલ જીવન મિશન પ્રત્યેની ઉદાસીનતા બદલ રાજ્ય સરકાર પર વાર કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ ટિ્‌વટ કર્યું કે ગેહલોત સરકારે કેન્દ્ર સરકારની યોજનાઓથી અંતર રાખીને જલ જીવન મિશનના અમલીકરણ માટે મળેલા બજેટનો ઉપયોગ કર્યો નથી