મેરાન્યૂઝ નેટવર્ક.મહારાષ્ટ્ર: સોમવારે સાંજે મહારાષ્ટ્રના રાયગઢના મહાડ વિસ્તારમાં પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગના કાટમાળમાં 200 લોકો ફસાયેલા હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધી 15 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આ બિલ્ડિંગ આશરે 10 વર્ષ જુની હતી અને તેમાં 50 પરિવારો રહેતા હતા. ઘટના સ્થળે એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમો હાજર છે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) એ જણાવ્યું કે આજે રાયગઢ જિલ્લામાં મહાડ તહસીલના કાજલપુરા વિસ્તારમાં જી +4 ઇમારત ધરાશાયી થઈ હતી. એનડીઆરએફે કહ્યું કે બિલ્ડિંગના કાટમાળમાં 50 લોકો ફસાયેલા હોવાની આશંકા છે.